સુરેન્દ્રનગર: માતાએ નવ માસની દીકરીનું ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર: માતાએ નવ માસની દીકરીનું ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત

Surendranagar News: માતાએ પોતાનાની નવ મહિનાની દીકરીને ગળેટૂંપો આપીને પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

Google News Follow Us Link

Surendranagar: Mother strangled and killed her nine-month-old daughter, He also committed suicide

સુરેન્દ્રનગર: થાનના નવાગામનો એક હૃદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ (married woman suicide) પહેલા નવ માસની પોતાની દીકરીને ગળેટુંપો (mother murder baby girl) આપીને પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. હાલ થાનગઢ પોલીસ મથકમાં (Thangadh Police station) આ અંગેનો ગુનો નોંધાયો છે. મહિલા અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ મહિલાએ કયા કારણોસર પોતાની વ્હાલસોયી દીકરીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો તે પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.

હત્યા અને આપઘાત પાછળનું કારણ અકબંધ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર થાનના નવાગામમાં માતાએ પોતાનાની નવ મહિનાની દીકરીને ગળેટૂંપો આપીને પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે. માતા ભાવુબેને કયા કારણસર આવું પગલું ભર્યું તે પાછળનું કારણ હાલ અકબંધ છે. થાનગઢ પોલીસ આ અંગે સઘન તપાસ કરી રહી છે. પોલીસે ગુનો નોંધીને માતા અને દીકરીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

સુરતમાં પણ બની હતી આવી ઘટના

આવો જ એક કાળજુ કંપાવતો કિસ્સો સુરતમાં પણ બન્યો હતો. શહેરના કાપોદ્રા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક માતાએ પોતાના જ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી દીધુ હતુ. જે બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. 30 વર્ષીય ચેતનાબેને પોતાના પુત્રને ઝેર પીવડાવ્યા બાદમાં પોતે પણ ઝેર પી લીધું હતું. ચેતનાબેન ગત બપોરે કચરો નાખવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા હતાં. બાદમાં કાપોદ્રાના ઝડફિયા સર્કલ પાસેથી માતા પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં. માતા પુત્ર બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ અંગે પ્રાથમિક માહિતી એવી સામે આવી રહી છે કે, માનસિક સંતુલન ગુમાવી દેતાં પગલું ભર્યાની પરિવારને આશંકા છે. કાપોદ્રા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા : સુરતમાં માતાએ પોતાના 1 વર્ષના વ્હાલસોયાને ઝેર દઈ કરી લીધો આપઘાત, કચરો નાખવાનું બહાનું કરી ભર્યું આ પગલું

અમદાવાદમાં પુત્રીએ માતાની કરી હત્યા

થોડા દિવસ પહેલા અમદાવાદમાં હત્યાનો કેસ સામે આવ્યો હતો. જેમાં માતાનો પ્રેમ સ્વીકાર નહિ હોવાથી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાના પ્રેમીની હત્યા કરી નાંખી હતી. ગોમતીપુર પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીની કરી ધરપકડ છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આરોપી તેજસ્વી દતાંણી અને તેનો પ્રેમી કરણ. જેમણે એક શખ્સને પ્રેમ કરવાની સજામાં મોત આપ્યું છે.

Surendranagar: Mother strangled and killed her nine-month-old daughter, He also committed suicide
https://twitter.com/News18Guj/status/1529280037492785152?ref_src=twsrc%5Etfw

અમદાવાદના સરસપુરમાં રહેતા બીજલ દતાંણીને આરોપી તેજસ્વીની માતા શીતલ સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તેજસ્વીનીને માતાનો પ્રેમ સંબંધ સ્વીકાર નહોતો. જેથી પ્રેમી કરણ સાથે મળીને માતાના પ્રેમીને મારવાનું ષડ્યંત્ર રચ્યુ હતું.

ફરાહ ખાને બતાવી Karan Joharના વોર્ડરોબની ઝલક, કપડા અને જૂતાનો ખજાનો જોઈને માથું ચકરાઈ જશે

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી 

Google News Follow Us Link