સુરેન્દ્રનગર : બેરોજગારી અને વધતી મોંઘવારી પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન
સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયુ હતુ.
- સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારીથી લોકોને જીવન જીવવું અસહ્ય થઈ ગયું છે
- સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયુ હતુ.આથી જિલ્લા કાર્યાલય પર જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, શહેર પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, મોહનભાઈ પટેલ, માઈનોરીટી ચેરમેન સાહિર સોલંકી,લોકસભા પ્રભારી રમાબેન, વિપુલભાઇ મકવાણા સહિત કાર્યકરો જોડાયા હતા.જેમાં આગેવાનોએ જણાવ્યુ કે જીવન આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ, પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GSTના કારણે ભાવમાં વધારો થતા મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે.

દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ભાજપ સરકારની વહીવટી નિષ્ફળતા અને મૂર્ખામી ને કારણે સમગ્ર દેશમાં મોંઘવારી અને બે રોજગારીથી લોકો ને જીવન જીવવું અસહ્ય થઈ ગયું છે લોકોને પરિવારનું ભરણ પોષણના કરવાના ફાંફા પડી ગયા છે.