Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર : વઢવાણ-લીંબડી હાઈવે પર સાપને બચાવવા જતા ટેમ્પો પલટી ખાઈ ગયો, પાંચ લોકોને ઈજા

સુરેન્દ્રનગર : વઢવાણ-લીંબડી હાઈવે પર સાપને બચાવવા જતા ટેમ્પો પલટી ખાઈ ગયો, પાંચ લોકોને ઈજા

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક લોકો અકાળે મોતને ભેટતા હોય છે. ત્યારે જિલ્લાના વઢવાણ-લીંબડી રોડ ઉપર અચાનક સાપ આવી જતા ટેમ્પોના ચાલકે તેને બચાવવા જતા સ્ટીયરિંગ ઉપર કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ટેમ્પો પલટી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના વઢવાણ-લીંબડી હાઇવે રોડ ઉપર આવેલા GSPC ગેસ પંપ પાસે બની હતી.

ટ્રાફિક ડ્રાઈવ: ટ્રાફિક નિયમ ભંગના 331 કેસ 1.02 લાખનો દંડ, 9 વાહન ડિટેઈન

રસ્તામાં અચાનક સાપ આવી ગયો હતો :

આ અકસ્માતની ઘટનામાં ઇજા પામેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે આવેલા GSPC ગેસ પંપ પાસે ટેમ્પો ચાલક જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક સાપ આવી ગયો હતો. જેથી તેને બચાવવા જતા ટેમ્પો પલટી ગયો હતો. તેમાં સવાર પેસેન્જરમાંથી પાંચને ઇજા થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા વઢવાણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતા.

પત્નીનું ઢીમ ઢાળી દીધું: સુરેન્દ્રનગરના નગવાડામાં બાળકો બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ઘરેથી ભાગેલી પત્ની પાછળ દોડી ચોક વચ્ચે પતાવી દીધી

​​​​​​​હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા :

વઢવાણ-લીંબડી હાઇવે પર આ અકસ્માત થતા થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ઘટનાની જાણ થતાં હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે વઢવાણ સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

આયોજન : આધ્યાત્મિક ગુરુ સદ્‌ગુરુ પ્રેરિત ‘માટી બચાવો’ અભિયાન બાઇક રેલી વઢવાણ, સુરેન્દ્રનગર પહોંચી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version