Surendranagar : સુરેન્દ્રનગરમાં આજે 1551 ફૂટ લંબાઈના અને 350 કિલો વજનના તિરંગા સાથે યાત્રા નિકળશે
હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગરમાં 1551 ફૂટ લંબાઇ ધરાવતા, 350 કિલો વજનના મહાત્રિરંગા સાથે યાત્રા નીકળશે. જે હવામહેલથી નીકળી અજરામરટાવર રંભાબેન ટાઉનહોલ ખાતે પૂર્ણ થશે.
- સુરેન્દ્રનગરમાં 1551 ફૂટ લંબાઇ ધરાવતા, 350 કિલો વજનના મહાત્રિરંગા સાથે યાત્રા નીકળશે.
- હવામહેલથી નીકળી અજરામરટાવર રંભાબેન ટાઉનહોલ ખાતે પૂર્ણ થશે.
- તિરંગો ઉપાડવા 2 હજાર લોકો રસ્તામાં ઊભા રહેશે.
હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગરમાં 1551 ફૂટ લંબાઇ ધરાવતા, 350 કિલો વજનના મહાત્રિરંગા સાથે યાત્રા નીકળશે. જે હવામહેલથી નીકળી અજરામરટાવર રંભાબેન ટાઉનહોલ ખાતે પૂર્ણ થશે. આ યાત્રાને રસ્તામાં 2000 લોકો ઊભા રહી તિરંગો આગળ વધારશે.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત તા.13 થી 15ઓગસ્ટ ‘હર ઘર તિરંગા’ અભિયાન હાથ ધરાયું છે. દેશપ્રેમની ભાવના વધે માટે જિલ્લા વહીવટી તંત્ર અને તિરંગા યાત્રા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. જેમાં ગાંધીનગર રાધે ગ્રુપ નિર્મિત 15510 ચોરસ ફૂટ અને 1551 ફૂટ લંબાઈ ધરાવતો અને 350 કિલો વજનનો તિરંગા સાથે યાત્રા નીકળશે.
જે સાંજે 4 કલાકે હવા મહેલ પર રાષ્ટ્રધ્વજ લેહરાવી 4.30 કલાકે ઉપાસના સર્કલથી અજરામર ટાવર 5.30 કલાકે અજરામર ટાવર પર રાષ્ટ્ર ધ્વજ લેહરાવી 6 કલાકે રંભાબેન હોલમાં કાર્યક્રમ યોજાશે. તિરંગો ઉપાડવા 2 હજાર લોકો રસ્તામાં ઊભા રહેશે. યાત્રામાં આર્મી જવાનો, ઝાલાવાડ યોગ સમિતિ, તેમજ ઔદ્યોગિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ગાયત્રી શક્તિપીઠ, પતંજલિ યોગ સમિતિ, આર્ય સમાજ, સ્વાધ્યાય પરિવાર, આર્ટ ઓફ લિવિંગ સહિતની સંસ્થાઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે.
ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન : સુરેન્દ્રનગર પ્રીમિયર લીગના ઓક્સનમાં 9 ટીમ માટે 602 ખેલાડીએ ભાગ લીધો