સુરેન્દ્રનગર વઢવાણ જી.આઇ.ડી.સી. હોલ ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો
- 67 કેન્દ્રો ઉપર રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ
- જી.આઇ.ડી.સી. હોલ ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ
- 25 સ્થળ ઉપરથી રસીકરણની કામગીરીનો ઉદઘાટન સમારોહ
- 21 જૂન સુધીમાં ચાર લાખ જેટલા લોકોનું રસીકરણ આપવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા 67 કેન્દ્રો ઉપર રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. વઢવાણ જી.આઇ.ડી.સી. હોલ ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના 67 સ્થળો ઉપરથી રસીકરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જે પૈકી 25 સ્થળ ઉપરથી રસીકરણની કામગીરીનો ઉદઘાટન સમારોહ પણ યોજાયો હતો. જેના ભાગરૂપે વઢવાણ જી.આઇ.ડી.સી. મેડિકલ હોલ ખાતે સાંસદ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુદ્દા, તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાં પીવાના પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ
સુરેન્દ્રનગર જિલ્લામાં 21 જૂન સુધીમાં ચાર લાખ જેટલા લોકોનું રસીકરણ આપવામાં આવ્યાની જાણકારી મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સ્ટાફગણએ જહેમત ઉઠાવી હતી.