સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ
સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ
- નર્મદાની નહેરમાંથી પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણ ભરાયો
સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના ચેતવણી સંદેશા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધોળી ધજા ડેમમાં નર્મદાની નહેરમાંથી પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણ ભરાઈ ગયેલ છે. ધોળી ધજા ડેમની હાલની સપાટી 80.48 મી. છે. જેથી ડેમમાં પાણીનું લેવલ મેઇન્ટેઇન કરવા માટે આજ રોજ ફ્લડ સેલ ધોળી ધજા ડેમ દ્વારા ડેમ ઓવરફ્લો કરવાની શક્યતા હોઈ ડેમની હેઠળ વાસમાં આવતા સુરેન્દ્રનગર શહેર, રતનપર, જોરાવરનગર, વઢવાણ તાલુકાના ખમીસણા, વઢવાણ, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને લીંબડી તાલુકાના શિયાણી સહિતના ગામોમાં ભોગાવો નદીના પટમાં લોકો તેમજ પશુઓની અવરજવર બંધ કરવા તથા માલ મિલકત ખસેડી લેવા માટેની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે.
73મો વન મહોત્સવ: 19 વર્ષ પહેલાં પ્રતિ હેક્ટર 14 વૃક્ષ હતાં, આજે 25 છે; કેબિનેટ મંત્રી