ભારતીય મૂળનાં સુષમા દ્વિવેદી ધાર્મિક અનુષ્ઠાનો તથા લગ્નો કરાવતા અમેરિકાના પ્રથમ મહિલા પુરોહિત બન્યા
- ભારતીય મૂળનાં સુષમા દ્વિવેદી ધાર્મિક અનુષ્ઠાનો તથા લગ્નો કરાવતા અમેરિકાના પ્રથમ મહિલા પુરોહિત
- બાળપણમાં દાદા-દાદી પાસેથી હિન્દુ ધર્મનું જ્ઞાન લીધું, હવે પોતાની ઓળખ બનાવી
અમેરિકામાં અત્યાર સુધી આવાં અનુષ્ઠાન પુરુષ પુરોહિત જ કરાવતા આવ્યાં છે. ત્યારે ભારતીય મૂળનાં સુષમા દ્વિવેદી ધાર્મિક અનુષ્ઠાનો તથા લગ્નો કરાવતા અમેરિકાના પ્રથમ મહિલા પુરોહિત બની ગયાં છે. સુષમાએ જ્યારે નક્કી કર્યું કે તેઓ પણ લગ્નવિધિ તથા અન્ય અનુષ્ઠાનો કરાવશે ત્યારે તેમણે તેમનાં દાદી પાસેથી મંજૂરી લેવી પડી.
દાદીએ પોતે ક્યારેય કોઇ અનુષ્ઠાન નથી કરાવ્યું પણ તેમની પાસે સુષમાને પુરોહિત બનાવવા લાયક જ્ઞાન હતું. સુષમાએ આ અંગે દાદી સાથે ચર્ચા કરતા તેઓ ખુશ થઇ ગયાં. સુષમાના જણાવ્યા મુજબ, અમે બંનેએ સાથે બેસીને તમામ ગ્રંથોનો અભ્યાસ કર્યો. આ જ પૌરાણિક હિન્દુ પરંપરા છે કે તમે તમારું જ્ઞાન આગામી પેઢીને આપો છો. સુષમાને હિન્દુ ધર્મનું જ્ઞાન પણ તેના દાદા-દાદી પાસેથી જ મળ્યું હતું.
લીંબડીની દીકરી લગ્નની પીઠીના દિવસે જ રાજકોટના ગ્રાઉન્ડમાં દોડી, પાસ પણ થઈ
કેનેડામાં ઉછરેલાં સુષમા માટે તેઓ જ હિન્દુ ધર્મનો સ્ત્રોત હતાં. મોન્ટ્રિયલમાં હિન્દુ મંદિર બંધાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. આ મંદિર સુષમા માટે બાળપણમાં મહત્વનું કેન્દ્ર રહ્યું. તેમણે એવા પુરોહિત બનવા તૈયારી કરી કે જે નાત-જાત, લિંગ કે વંશ સહિતના ભેદભાવો કે સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનથી ઉપર ઊઠીને આશીર્વાદ અનુષ્ઠાન કરાવે.
તેમની સખત મહેનત અને માનસિકતાનું જ પરિણામ છે કે તેઓ અમેરિકામાં સજાતીય સહિત બધાનાં લગ્ન કરાવતા પ્રથમ મહિલા પુરોહિત બની ગયાં છે.
સુરેન્દ્રનગરમાં સાચો કોલ લેટર હોવા છતાં 6 વાગ્યાનો ટાઇમ લખી બોગસ કોલ લેટર બનાવવાનું કૌભાંડ