Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો

Photo of author

By SOHAM 24 NEWS

Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો

Google News Follow Us Link

Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો

Swami Vivekanand Jayanti 2022: સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. 12 જાન્યુઆરીનો દિવસ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ (National Youth Day) તરીકે ઉજવાય છે. તેમના અમૂલ્ય વિચારો (Swami Vivekanand Inspirational Quotes) યુવાનોને ઉજળું ભવિષ્ય બનાવવા માટે પ્રેરિત કરતા રહે છે.

  • સ્વામી વિવેકાનંદની જયંતિ
  • 12 જાન્યુઆરીનો દિવસ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ 
  • ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમનું નામ સ્વામી વિવેકાનંદ રાખ્યું હતું.
  • સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે જાણીએ તેમના 9 અમૂલ્ય વિચારો

Swami Vivekanand Jayanti 2022: સ્વામી વિવેકાનંદની જયંતિ (Swami Vivekanand Jayanti) આજે આખા દેશમાં ઉજવવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. 12 જાન્યુઆરીનો દિવસ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ (National Youth Day) તરીકે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક ગુરુનો દરજ્જો પ્રાપ્ત છે. ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમનું નામ સ્વામી વિવેકાનંદ રાખ્યું હતું. તેઓ રામકૃષ્ણ પરમહંસથી અત્યંત પ્રભાવિત હતા. સ્વામી વિવેકાનંદે વિશ્વને આધ્યાત્મનો પાઠ ભણાવ્યો છે, જે આજે પણ આપણું માર્ગદર્શન કરે છે. તેમના અમૂલ્ય વિચારો (Swami Vivekanand Inspirational Quotes) યુવાનોને ઉજળું ભવિષ્ય બનાવવા માટે પ્રેરિત કરતા રહે છે. આજે પણ તેમના વિચારોને લોકો આત્મસાત કરીને સફળતાના નવા શિખરો સર કરે છે. આજે સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે જાણીએ તેમના 9 અમૂલ્ય વિચારો વિશે.

સ્વામી વિવેકાનંદના પ્રેરક વિચારો:- 

Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો

  1. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સંભવની મર્યાદા જાણવાનો એક માત્ર ઉપાય છે, તમે અસંભવથી પણ આગળ નીકળી જાઓ.
  2. વિવેકાનંદે લોકોને પોતાના વિચારોમાં શુદ્ધતા લાવવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે એ ન ભૂલો કે ખરાબ વિચાર અને ખરાબ કામ વ્યક્તિને પતન તરફ લઈ જાય છે, જ્યારે સારા વિચાર અને સારા કર્મ લાખો દેવદૂતોની જેમ અનંતકાળ માટે તમારું રક્ષણ કરવા તત્પર રહે છે.
  3. સ્વામી વિવેકાનંદે વિશ્વાસને ખૂબ મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે કે તમે જ્યાં સુધી સ્વયં પર વિશ્વાસ નહીં કરો, ત્યાં સુધી તમે ઈશ્વર પર પણ વિશ્વાસ નથી કરી શકતા.
  4. વિવેકાનંદના સૌથી પ્રેરક વિચારોમાંથી એક છે- ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો.

તુર્કમેનિસ્તાન સરકારના આદેશથી આગથી ધગધગતા નરકનાં દ્વાર બંધ કરાશે

5. સ્વામી વિવેકાનંદે આ વાત પર ભાર મૂક્યો છે કે વ્યક્તિએ કમજોર ન હોવું જોઈએ તેઓ કહે છે કે સ્વયંને કમજોર        સમજવું સૌથી મોટું પાપ છે.

6. તેમણે સફળતા માટે જણાવ્યું છે કે જ્યારે તમે કોઈ નવું કામ કરો છો તો પહેલા તેની હાંસી ઉડાવવામાં અવે છે,         પછી તેનો વિરોધ થાય છે અને પછી એનો સ્વીકાર કરી લેવામાં આવે છે. તેઓ કહે છે કે દરેક કામ આ જ ત્રણ           સ્થિતિમાંથી પસાર થાય છે, ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ.

7. માનવીએ દરરોજ પડકારોનો સામનો કરીને તેના પર વિજય મેળવવો જોઈએ. સ્વામી વિવેકાનંદ કહેતાં હતા કે જે       દિવસે તમારી સામે પડકાર કે મુશ્કેલી ન આવે, તો તમે સમજી લો કે ખોટા માર્ગે જઈ રહ્યા છો.

8. સ્વામી વિવેકાનંદનું કહેવું હતું કે અનુભવથી જ વ્યક્તિ શીખે છે, એ જ તેનો સાચો શિક્ષક છે. જીવનમાં હમેશા          વ્યક્તિએ શીખતા રહેવું જોઈએ.

9. અસમંજસની સ્થિતિમાં જ્યારે તમે નિર્ણય નથી લઈ શકતા, ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દિલ અને                   દિમાગમાંથી વ્યક્તિએ પોતાના દિલનું સાંભળવું જોઈએ.

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link