Site icon સોહમ 24 ન્યુઝ

Taarak Mehta…ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી!, આ સુંદર યુવતી થઈ ફિદા અને હવે પછી…

Taarak Mehta…ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી!, આ સુંદર યુવતી થઈ ફિદા અને હવે પછી…

હા! તમે બરાબર વાંચ્યું, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગે છે કે પોપટલાલના જીવનમાં કોઈ છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે. જે તેમની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

Google News Follow Us Link

ઈન્ડિયન ટીવી ચેનલની સૌથી લોકપ્રિય સિરિયલ અને સૌથી લાંબો ચાલનાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દરેક પાત્રો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. છેલ્લાં 13 વર્ષોથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલમાં એક ખાસ પાત્ર છે પત્રકાર પોપટલાલ (Popatlal) જે લગ્ન કરવા માટે તરસી રહ્યા છે. હવે આ શોનું સૌથી મોટું ટ્વિસ્ટ સામે આવ્યું છે. કારણ કે પોપટલાલના ટૂંક સમયમાં લગ્ન થનાર છે.

અમિતાભ બચ્ચનના શો સાથે કનેક્શન

હા! તમે બરાબર વાંચ્યું, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગે છે કે પોપટલાલના જીવનમાં કોઈ છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે, જે તેમની સાથે લગ્ન કરવા જઈ રહી છે. ખરેખર, તાજેતરમાં જ શોની સમગ્ર કાસ્ટ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળી હતી. આ શો જોઈને આ છોકરી પોપટલાલથી ઈમ્પ્રેસ થઈ ગઈ છે. જુઓ વિડિયો…

            https://www.instagram.com/p/CXTrMZBlX0M/?utm_source=ig_embed&utm_campaign=loading

વરસાદની નુકસાનના પેકેજમાં ઝાલાવાડની બાદબાકીથી ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

માતા-પિતાને લઈને પહોંચ્યા પોપટલાલ પાસે

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પોપટલાલની રાશિમાં લગ્નની સંભાવના વિશે લખ્યું છે, જે વાંચીને તે ખુશ થઈ જાય છે. ત્યારબાદ જ્યારે ગોકુલધામ સોસાયટીના કેમ્પસમાં ફરી રહ્યા હોય છે ત્યારે પાછળથી એક છોકરીએ અવાજ આપ્યો. તે કહે છે કે તે તેના માતા-પિતા સાથે લગ્નની વાત કરવા આવી છે. તેથી હવે એવું લાગે છે કે કદાચ નવા ટ્વિસ્ટ સાથે શોમાં નવી એન્ટ્રી થવાની છે.

જનરલ બિપિન રાવત બાદ કોણ બનશે દેશના આગામી CDS, રેસમાં સૌથી આગળ આ નામ!

વર્ષ 2008થી થઈ રહ્યું છે પ્રસારણ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌની સબ ચેનલ પર પ્રસારિત થનાર એક લોકપ્રિય શો રહ્યો છે, જે જુલાઈ 2008માં પહેલીવાર પ્રસારિત થયો હતો અને ત્યારથી આ ટેલીવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ શો સાપ્તાહિત કોલમ ‘દુનિયાના ઉંધા ચશ્મા’ પર આધારિત છે.

ગોકુલધામ સોસાયટીની આ છે કહાની

આ શો ગોકુલધામ નામની એક સોસાયટીમાં રહેનાર ઘણા પરિવારની આસપાસ ફરે છે. જ્યાં તમામ ધર્મો અને સંપ્રદાયના પરિવાર એક સાથે રહે છે અને પોતાની દિન પ્રતિદિનની સમસ્યાઓને એક સાથે મળીને હસી મઝાકમાં ઉકેલી નાંખે છે.

કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version