તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલો: આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ
તરણેતરીયો મેળો – મેળો મારો રંગીલો – આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ
- કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ શિવપૂજન કરી મેળો ખુલ્લો મુકશે
- ભાદરવા સુદ પાંચમના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
કોરોનાના કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ આવતીકાલથી પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો તરણેતરનો ભાતીગળ લોકમેળો શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતા આ લોકમેળાને સવારે 10:30 કલાકે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી મેળો ખુલ્લો મુકશે. સવારે 11:00 કલાકે ગ્રામિણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન મંત્રીશ્રીઓના હસ્તે કરવામાં આવશે. રાત્રે 09:00 કલાકે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભજન અર્ધ્ય અર્પણ કરશે.
ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ
તા.31 ઓગસ્ટના રોજ ભાદરવા સુદ ચોથના દિવસે 11:30 કલાકે પાળીયાદના પુ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પરમ પુજય નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિત ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 09:30 કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજવામાં આવશે.
ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી
તા.1 સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે 05:00 કલાકે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે 08:00 કલાક થી 11:00 કલાક દરમિયાન વિવિધ મેદાની રમતો જેવી કે રસ્સાખેંચ અને કુસ્તી વગેરે યોજાશે. સવારે 09:00 કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત સવારે 11:00 કલાકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રિય મંત્રીશ્રી ડો. મહેન્દ્ર મુંજપરા તરણેતર મેળામાં ઉપસ્થિતિ રહેશે.
આ ઉપરાંત વાહનવ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, રાજ્યકક્ષાના રમતગમત
મંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રીશ્રી
અરવિંદ રૈયાણી, રાજ્યકક્ષાના પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમ વગેરે મહાનુભાવો ગુજરાત પ્રવાસન
નિગમ લી.ના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લેશે તથા આ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બબુબેન પાંચાણી, ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઈ પટેલ, શ્રી પરસોતમભાઈ
સાબરીયા, શ્રી ઋત્વિકભાઈ મકવાણા, શ્રી નૌશાદભાઈ સોલંકી, પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટર કમિશનરશ્રી આલોકકુમાર પાંડે સહિતના મહાનુભાવો તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
108 Ambulance: ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના 15 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ શરૂ કરી હતી સેવા