નવલગઢ કેનાલમાં સેલ્ફીનાં ચકકરમાં ડુબેલા યુવકની લાશ મળી આવી

Photo of author

By SOHAM 24 NEWS

નવલગઢ કેનાલમાં સેલ્ફીનાં ચકકરમાં ડુબેલા યુવકની લાશ મળી આવી

લાશને પરિવારજનો સોંપી અંતિમ વિધિ કરાઈ.

  • ધ્રાંગધ્રા કેનાલમાં બે યુવાનના ડુબવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
  • મોબાઇલમાં સેલ્ફી લેતી સમયે બે યુવકો ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે
  • સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડે યુવકોની શોધખોળ હાથ ધરી હતી.
નવલગઢ કેનાલમાં સેલ્ફીનાં ચકકરમાં ડુબેલા યુવકની લાશ મળી આવી
નવલગઢ કેનાલમાં સેલ્ફીનાં ચકકરમાં ડુબેલા યુવકની લાશ મળી આવી

સુરેન્દ્રનગર ફાયર વિભાગે નવલગઢ પાસેની કેનાલમાંથી યુવકની લાશને બહાર કાઢી

બે દિવસ પહેલા બે પરપ્રાંતીઓ સેલ્ફી લેતા કેનાલમાં ડૂબી ગયા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે દિવસ પહેલા પરપ્રાંતિય કામદારો ડુબવાનો મામલો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે બે દિવસ પહેલા ડૂબેલ પરપ્રાંતીય કામદારને શોધવા સુરેન્દ્રનગર થી ફાયર વિભાગની ટીમે નવલગઢ દોડી ગઇ હતી. ખૂબ શોધખોળના અંતે કેનાલની સાયફન પાસેથી મળી આવી છે. જેમાં સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા બે દિવસની શોધખોળ અને ભારે જહેમત બાદ કેનાલના પાણીમાં ગરક થયેલા યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, બે દિવસ પહેલા કેનાલ પાસે મોબાઈલમાં સેલ્ફી લઇ રહ્યા હતા તે દરમિયાન બંને પર પ્રાંતીય કામદારો ડૂબ્યાનો મામલો બહાર આવ્યો હતો. જે પૈકી એક કામદારની લાશને બહાર કાઢવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા કેનાલમાં બે યુવાનના ડુબવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. કેનાલમાં માછલાને ખાવાનું નાખતા સમયે મોબાઇલમાં સેલ્ફી લેતી સમયે બે યુવકો ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે તો એક લાપત્તા બન્યો છે. બે યુવકો કેનાલમાં ડૂબવા લાગતા અન્ય એક યુવકે બૂમાબૂમ કરતા આસપાસનાં લોકો એકઠા થઈ ગયા હતા.

સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડે યુવકોની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે એક યુવક હજી લાપત્તા છે, નવલગઢ ની કેનાલ માં બે યુવકો ડૂબ્યા હતા તેમા એક ડેડબોડી બે દિવસ પહેલા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ના કર્મચારી ઓ શોઘી હતી બીજી ડેડબોડી આજે અત્યારે શોઘી લીઘી છે સાયફન માં ફસાઇ હતી.

વધુ સમાચાર માટે…

-A.P : રિપોર્ટ