‘ચિલ્ડ્રન્સના નેપ્પીઝ ચેન્જ કરવામાં દિવસ પસાર થઈ ગયો’ જોગર્સ પહેરીને પ્રીતિ ઝિન્ટાએ ઉજવ્યો 47મો જન્મદિવસ

Photo of author

By SOHAM 24 NEWS

‘ચિલ્ડ્રન્સના નેપ્પીઝ ચેન્જ કરવામાં દિવસ પસાર થઈ ગયો’ જોગર્સ પહેરીને પ્રીતિ ઝિન્ટાએ ઉજવ્યો 47મો જન્મદિવસ

Google News Follow Us Link

‘ચિલ્ડ્રન્સના નેપ્પીઝ ચેન્જ કરવામાં દિવસ પસાર થઈ ગયો’ જોગર્સ પહેરીને પ્રીતિ ઝિન્ટાએ ઉજવ્યો 47મો જન્મદિવસ

બોલિવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટાનો 31 જાન્યુઆરીએ બર્થ ડે હતો. એક્ટ્રેસે બર્થ ડેની ઉજવણી પરિવાર સાથે ઘરે જ કરી હતી. પરંતુ એ દિવસે તે ખૂબ વ્યસ્ત હતી.

  • પ્રીતિ ઝિંટા ગત વર્ષે સરોગસીની મદદથી મા બની હતી.
  • નવેમ્બર 2021માં પ્રીતિની દીકરી જિયા અને દીકરા જયનો જન્મ થયો હતો.
  • પ્રીતિ હાલ પોતાના પતિ જીન ગુડઈનફ સાથે અમેરિકામાં રહે છે.

બોલિવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાનો 31 જાન્યુઆરીના રોજ 47મો બર્થ ડે હતો. બર્થ ડેના બે દિવસ બાદ એક્ટ્રેસે પરિવાર સાથે કરેલા સેલિબ્રેશનની ઝલક બતાવી છે. મા બન્યા બાદ પ્રીતિ ઝિંટાનો આ પહેલો જન્મદિવસ હતો ત્યારે તેણે બાળકો સાથે દિવસ કેવી રીતે વિતાવ્યો તે પણ જણાવ્યું છે.

વાહ! 5 વર્ષ સુધીના બાળકો માટે પણ આવશે કોરોના વેક્સિન? આવ્યા મોટા સમાચાર

પ્રીતિ ઝિંટાએ બર્થ ડે પોતાના પરિવાર સાથે યુએસના લોસ એન્જેલસમાં સેલિબ્રેટ કર્યો છે. પ્રીતિએ સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં પહેલી તસવીરમાં પતિ જીન ગુડઈનફ તેને કેક ખવડાવી રહ્યો છે. પ્રીતિના બર્થ ડે પર બે કેક લાવવામાં આવી હતી જે ટેબલ પર જોઈ શકાય છે. બર્થ ડે ગર્લ પ્રીતિ ઓરેન્જ રંગના કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી છે. અન્ય તસવીરોમાં પ્રીતિનો પરિવાર અને બર્થ ડે પર લાવવામાં આવેલા બલૂન્સ જોવા મળી રહ્યા છે.

‘ચિલ્ડ્રન્સના નેપ્પીઝ ચેન્જ કરવામાં દિવસ પસાર થઈ ગયો’ જોગર્સ પહેરીને પ્રીતિ ઝિન્ટાએ ઉજવ્યો 47મો જન્મદિવસ

પ્રીતિએ આ ફોટોઝ શેર કરતાં શુભેચ્છાઓ માટે સૌનૌ આભાર માન્યો છે અને દિવસ કેવી રીતે વિત્યો તે જણાવ્યું છે. બોલિવુડની ‘ડિમ્પલ ગર્લ‘ પ્રીતિએ લખ્યું, “બર્થ ડે પર શુભકામનાઓ અને પ્રેમ આપવા માટે તમારા સૌનૌ ખૂબ ખૂબ આભાર. આ બર્થ ડે અગાઉની બર્થ ડે જેવી નહોતી. અમે ઘરે હતા અને અમારો મોટાભાગનો સમય સાફ-સફાઈ અને બાળકોની દૂધની બોટલ સ્ટરીલાઈઝ કરવામાં ગયો. બાદમાં તેમને દૂધ પીવડાવ્યું, ઓડકાર ખવડાવ્યો અને તેમને ડાયપર બદલ્યા. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું આ કહી રહી છું પણ મને સારા કપડાં પહેરવાનો પણ સમય ના મળ્યો�� આ બધા છતાં મારો બર્થ ડે ખૂબ ખાસ હતો કારણે મારા નાના બાળકોએ મને કંપની આપી હતી અને સેલિબ્રેશન માત્ર પરિવાર પૂરતું સીમિત હતું.❤️

‘ચિલ્ડ્રન્સના નેપ્પીઝ ચેન્જ કરવામાં દિવસ પસાર થઈ ગયો’ જોગર્સ પહેરીને પ્રીતિ ઝિન્ટાએ ઉજવ્યો 47મો જન્મદિવસ
                                          https://www.instagram.com/p/CZczPrEPvAQ/

પ્રીતિની આ પોસ્ટ પર દિયા મિર્ઝા, હૃતિક રોશન, મનીષ મલ્હોત્રા, મનીષા કોઈરાલા, ઉજ્જવલા રાઉત વગેરે જેવા સેલેબ્સ અને ફેન્સ કોમેન્ટ કરીને શુભકામના આપી છે.

જણાવી દઈએ કે, પ્રીતિ ઝિંટાએ 18 નવેમ્બરના રોજ ટ્વિન્સના જન્મની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે તે દીકરી અને દીકરાની મા બની છે. તેના દીકરાનું નામ જય ઝિન્ટા ગુડઈનફ છે અને દીકરીનું નામ જિયા ઝિન્ટા ગુડઈનફ છે. બાદમાં પ્રીતિએ પોતાના ટ્વિન્સમાંથી એકની સાથે તસવીર પણ શેર કરી હતી અને માતૃત્વને માણી રહી હોવાનું જણાવ્યું હતું. પ્રીતિ અને જીન સરોગસી દ્વારા ટ્વિન્સના પેરેન્ટ્સ બન્યા છે.

પ્રીતિ ઝિંટા અને જીન ગુડઈનફે પાંચ વર્ષ ડેટિંગ કર્યા બાદ 29 ફેબ્રુઆરી 2016ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રીતિ ફિલ્મી પડદે ઓછી જોવા મળે છે. હાલ તે પોતાના પતિ સાથે અમેરિકાના લોસ એન્જેલસમાં રહે છે.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ધડાધડ ગોળીઓ છૂટી, ફાયરીંગથી અફરાતફરી મચી જતાં 3 રાહદારી ઘાયલ

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link