‘તારક મેહતા…’નો ‘ટપ્પુ’ ઉર્ફે રાજ અનડકટનું ભાગ્ય ચમકી ગયું, બોલીવુડના આ સ્ટારની સાથે કરશે કામ

Photo of author

By rohitbhai parmar

‘તારક મેહતા…’નો ‘ટપ્પુ’ ઉર્ફે રાજ અનડકટનું ભાગ્ય ચમકી ગયું, બોલીવુડના આ સ્ટારની સાથે કરશે કામ

Google News Follow Us Link

The fate of 'Tappu' aka Raj Undkat of 'Taraq Mehta ...' has shone, he will work with this Bollywood star

સુપર સ્ટાર સાથે કામ કરવાથી રાજ અનડકટ પહોંચ્યો સાતમા આસમાને

કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ને કોઈ ઈન્ટ્રોડક્શનની જરૂર નથી. આ સિરિયલમાં ‘ટપુ’ ના કારનામા પણ વર્લ્ડ ફેમસ છે. આ કેરેક્ટર નિભાવનાર એક્ટર રાજ અનડકટ છેલ્લા કેટલાક અઠવાડિયાથી શોથી ગાયબ છે અને આ કારણે તેણે શો છોડી દીધો હોવાની અનેક અટકળો પણ સામે આવી હતી પરંતુ રાજ છેલ્લા કેટલાક દિવસથી તેના નવા એસાઈનમેન્ટ પર કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. નવા પ્રોજેક્ટ દરમિયાન રાજને રણવીર સિંહ સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો અને પોતાના ફેવરેટ હીરોને મળીને રાજ સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેને તેની લાઈફની ઈન્સ્પિરેશન ગણાવી હતી.

The fate of 'Tappu' aka Raj Undkat of 'Taraq Mehta ...' has shone, he will work with this Bollywood star
                                     https://www.instagram.com/p/CfLYXnmrPhM/

સોશિયલ મીડિયા પર રણવીર સાથે ફોટો શેર કરીને રાજે લખ્યું હતું કે, રણવીર સાથે કામ કરતી વખતે તમે શાંત ન રહી શકો. તેમની સાથે બીજીવાર કામ કરવાનો મોકો મળ્યો છે અને રણવીર જેવા લિજન્ડ સાથે કામ કરવું તે હંમેશા અદભુત અનુભવ હોય છે.  પ્રોજેક્ટને એનાઉન્સ કરવા માટે રાહ જોઈ શકું તેમ નથી. હું ખૂબ જ એક્સાઈટેડ છું અને સેટ પર તેમની એનર્જી એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. તેમની સાથે કામ કરવાના અનુભવને શબ્દોમાં વ્યક્ત કરવો અઘરું છે. મારા નવા પ્રોજેક્ટ વિશે જાણવા માટે થોડી રાહ જોવી પડશે.

Taarak Mehta Ka Ooltah Chashmahના મેકર્સની ચાલાકી દર્શકોએ પકડી પાડી, આપ્યું બે મહિનાનું અલ્ટિમેટમ

વધુ સમાચાર માટે…

નવગુજરાત સમય

Google News Follow Us Link