ખુશખબર : ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રીઓ માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ થઈ રહી છે તમારી મનગમતી સુવિધા
જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો તમારા માટે રેલવે તરફથી એક ખુશખબર સામે આવી છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે 14 ફેબ્રુઆરીથી આઈઆરસીટીસી બધી ટ્રેનોમાં મુસાફરોને ખાવાનું પૂરુ પાડશે.
- ભારતીય રેલવે તરફથી ખુશખબર સામે આવી
- 14 ફેબ્રુઆરીથીIRCTC બધી ટ્રેનોમાં મુસાફરોને ખાવાનું પૂરુ પાડશે
- મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભોજન સેવા શરૂ કરાઈ
ભારતીય રેલવે મુસાફરોને પ્રીમિયમ સેવાઓ પૂરી પાડવામાં સૌથી આગળ
ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ રેલવે મંત્રાલયનો એક જાહેર ઉપક્રમ છે, જે ભારતીય રેલવેના મુસાફરોને પ્રીમિયમ સેવાઓ પૂરી પાડવામાં સૌથી આગળ રહ્યું છે. મુસાફરી કરનારા મુસાફરોની જરૂરીયાત અને આખા દેશમાં કોવિડ લોકડાઉન પ્રતિબંધોમાં હળવી છૂટછાટને કારણે આઈઆરસીટીસીએ ટ્રેનોમાં પકાવેલુ ભોજન સેવાઓને ફરીથી શરૂ કરવા માટે તૈયાર છે. રેલવે બોર્ડ તરફથી મળેલ દિશા-નિર્દેશો મુજબ રાંધેલુ ભોજન સંપૂર્ણ સાવધાની સાથે મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે.
Surat : “પુષ્પા” નો ક્રેઝ ઓછો નથી થતો, હવે માર્કેટમાં આવી “પુષ્પા સાડી”
આ પ્રકારની સેવાઓ લગભગ 428 ટ્રેનોમાં રાંધેલા ભોજન તરીકે સેવા શરૂ કરવામાં આવી છે. કોરોનાના ઘટી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 21 ડિસેમ્બરથી લગભગ 30 ટકા અને 22 જાન્યુઆરી સુધી 80 ટકા રાંધેલા ખોરાકની સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી. બાકી વધેલ 20 ટકા 14 ફેબ્રુઆરી સુધી શરૂ કરવામાં આવશે. પ્રીમિયમ ટ્રેનોમાં (રાજધાની, શતાબ્દી, દુરંતો)માં રાંધેલુ ભોજન પહેલેથી જ 21 ડિસેમ્બરે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતુ.
LPG Cylinder Price: બજેટ પહેલા LPG સિલિન્ડરનો ભાવ વધ્યો કે ઘટ્યો? ફેબ્રુઆરી માટે નવી કિંમત જાહેર
ભોજનની સેવા ફરીથી શરૂ કરાઈ
23 માર્ચ 2020થી કોરોના વાયરસ મહામારીને કારણે સુરક્ષાના ઉપાયોને ધ્યાનમાં રાખીને ખાવા-પીવાની સેવાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. દેશમાં કોરોનાના દરમાં સકારાત્મક ઘટાડાની સાથે આરટીઈ ભોજન 05-08-2020 ઓગષ્ટ મહિનાથી ટ્રેનોમાં ભોજન સેવા ફરીથી પ્રારંભ કરવામાં આવી હતી. આ સુવિધા દરેક મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરળતાપૂર્વક મુસાફરો સુધી નિરંતર પહોંચાડવામાં આવી છે. આ મહામારીને જોતા ખાવા-પીવાની સુવિધાઓમાં ઉચ્ચ માત્રામાં સ્વાસ્થ્યવર્ધક સામગ્રીઓને સામેલ કરવામાં આવી છે, જેનાથી મુસાફરોને પૌષ્ટિક આહાર મળી શકે અને તે સુરક્ષિત મહેસૂસ કરી શકે.
કોમેડિયન સુનીલ ગ્રોવરે સ્વસ્થ થતાં જ ચાહકોનો માન્યો આભાર, હાર્ટ સર્જરી બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ