સાયલામાં બે દુકાનના તાળા તૂટ્યા

Photo of author

By SOHAM 24 NEWS

સાયલામાં બે દુકાનના તાળા તૂટ્યા

  • બે દુકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવ્યા
  • સી.સી.ટી.વી. કેમેરા તોડી નાંખ્યા હતા
  • પોલીસ કાફલો બનાવના સ્થળે આવી પહોંચ્યો હતો
સાયલામાં બે દુકાનના તાળા તૂટ્યા
સાયલામાં બે દુકાનના તાળા તૂટ્યા

સાયલાના જશાપર ચોકડી પાસે આવેલ એક કોમ્પલેક્સમાં આવેલ બે દુકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવ્યા હતા. જેમાં ક્રિશ્ના ટ્રેડર્સ નામની ટ્રાન્સપોર્ટની દુકાનના શટર તોડી અંદર તથા બહારના સી.સી.ટી.વી. કેમેરા તોડી નાંખ્યા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલ પાન-મસાલા, ઠંડા-પીણા સહિતનો વેપાર કરતા ઈશ્વરભાઈ પ્રજાપતિની દુકાનના શટરના તાળા તોડી દુકાનમાંથી સિગારેટના પેકેટ, તેલની બોટલો, ગલ્લામાં રાખેલ રોકડ રકમ સહિતની ચોરી તસ્કરો કરી ગયા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ રોટરી ક્લબ અને ઝાલાવાડ ચેમ્બર સહિતના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું ઉદ્ઘાટન કરાયું

જે અંગેની જાણ દુકાન માલિકોને બીજા દિવસે થતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો બનાવના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ચોરીની ઘટના બની તે સ્થળ પોલીસ મથકથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલ છે ત્યારે પોલીસને કામગીરી સામે આ પણ અનેક સવાલો ઊભા થયા છે.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વિસ્તારની પીઆઇએ મુલાકાત લીધી સ્થાનિકો સાથે ચર્ચા કરી

વધુ સમાચાર માટે…