થાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી
- થાનગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે.
- હોસ્પિટલમાં પડતી અગવડતા બાબતે હોસ્પિટલના મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા-વિચારણા કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
- હોસ્પિટલ અને વેપારીઓની મુલાકાત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા લીધી હતી.
થાનગઢની હોસ્પિટલ અને વેપારીઓની મુલાકાત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા લીધી. થાનગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં થાનગઢમાં કાર્યરત હોસ્પિટલની મુલાકાત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા લીધી હતી અને હોસ્પિટલમાં પડતી અગવડતા બાબતે હોસ્પિટલના મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા-વિચારણા કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન
આ ઉપરાંત ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા થાનગઢ શહેરની વિવિધ બજારના વેપારીઓની મુલાકાત લઈને તેની સાથે પરામર્શ કરીને કોરોનાનું વધતું જતું સંક્રમણ બાબતે ચિંતા વ્યકત કરીને વેપારીઓ સાથે પણ આ બાબતે પરામર્શ કર્યો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયું હતું