શખ્સે ઈંટ કે સિમેન્ટથી નહીં પણ પ્લાસ્ટિકની બોટલથી બનાવ્યું ઘર, વીડિયો જોઈ લોકો દંગ
આ શખ્સે ઈંટ કે સિમેન્ટથી નહીં પણ પ્લાસ્ટિકની બોટલોમાંથી અદ્ભુત ઘર બનાવ્યું છે. પ્લાસ્ટિકની બોટલોથી બનેલા આ ઘરની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
- સિમેન્ટ કે ઈંટની વગર એક શાનદાર ઘર બનાવ્યું
- પ્લાસ્ટિકની બોટલોથી અદ્ભુત ઘર બનાવ્યું છે.
- હર કોઈ ઘરની સુંદરતા અને સૌંદર્ય જોઈને આશ્ચર્યમાં છે.
ઘણી વાર આપણા મનમાં કંઈક નવું કરવાનો વિચાર આવે છે, કેટલીકવાર એવી અટપટી વસ્તુઓ પણ આપણા મગજમાં આવી જાય છે, જે આપણે કરવા ઈચ્છીએ છીએ, પરંતુ કરી શકતા નથી. અને આ નવી અને વિચિત્ર વસ્તુઓ ક્યારેક આપણા માટે નવા રસ્તાઓ ખોલે છે અથવા તો આપણને લોકોમાં લોકપ્રિય બનાવે છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ લો જેણે પોતાના તેજ દિમાગ અને જુગાડથી એવું ઘર બનાવ્યું છે, જેને બનાવવા માટે સિમેન્ટ કે ઈંટની જરૂર નથી. આ બધા વગર આ વ્યક્તિએ એક શાનદાર ઘર બનાવ્યું છે, જેનાથી તે ચર્ચામાં છે અને તે ઘરની તસવીરો પણ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ વ્યક્તિએ ઈંટ કે સિમેન્ટથી નહીં પણ પ્લાસ્ટિકની બોટલોથી અદ્ભુત ઘર બનાવ્યું છે. પ્લાસ્ટિકની બોટલોથી બનેલા આ ઘરની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરો ટ્વિટર પર @iwanfals નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ઘરનો એક વીડિયો પણ યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક યુવાન છોકરાએ પ્લાસ્ટિકની નકામી બોટલોમાંથી સુંદર ઘર બનાવ્યું છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ઘરમાં બારી, દરવાજા અને સ્કાઈલાઈટ છે. આ વીડિયો ફ્લેમ મીડિયા નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે હર કોઈ ઘરની સુંદરતા અને સૌંદર્ય જોઈને આશ્ચર્યમાં છે. લોકો જુગાડથી આ ઘર બનાવનાર વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.
વેલેન્ટાઈન ડે પર ISRO લોન્ચ કરશે ‘સર્વેલન્સ સેટેલાઇટ’ EOS-4, જાણો શા માટે મહત્વનું છે આ મિશન