વઢવાણ સુરેન્દ્રનગર મીલના બંગલાના ચાર રસ્તા પાસેથી રીક્ષા ચાલક ઝડપાયો
- સુરેન્દ્રનગર મીલના બંગલાના ચાર રસ્તા પાસેથી ઝડપાયો રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.

સુરેન્દ્રનગર મીલના બંગલાના ચાર રસ્તા પાસેથી ઝડપાયો રીક્ષા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાની મહામારી રોકોવાના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવી છે. ત્યારે આ જાહેરનામાનો ભંગ કરવા બદલ કેટલાક લોકો સામે ફરિયાદો પણ નોંધાઈ રહી છે.
રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી બનવાની રેસીપી
જેમાં સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર આવેલા સોસાયટીમાં રહેતા હિંમતભાઈ કાળુભાઈ કાનજી સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર આવેલ મીલ બંગલાના ચાર રસ્તા પાસેથી જાહેરમાં સીએનજી રીક્ષામાં છ જેટલા પેસેન્જરોને બેસાડી તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી જાહેરમાં નીકળીને જાહેરનામા ભંગની ફરિયાદ થયાની પોલીસ કર્મચારી વિજયસિંહ રાણાએ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર