દુધરેજનાં ઈસમને રૂ.50,000ની રિવોલ્વર સાથે SOGએ ઝડપી કાર્યવાહી કરી હતી

Photo of author

By SOHAM 24 NEWS

દુધરેજનાં ઈસમને રૂ.50,000ની રિવોલ્વર સાથે SOGએ ઝડપી કાર્યવાહી કરી હતી

  • સુરેન્દ્રનગરના દુધરેજના ઇસમને ગેરકાયદેસર હાથ બનાવટની રિવોલ્વર સાથે એસ.ઓ.જીએ ઝડપી કાર્યવાહી કરી
  • જોરાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવ્યું હતું
દુધરેજનાં ઈસમને રૂ.50,000ની રિવોલ્વર સાથે SOGએ ઝડપી કાર્યવાહી કરી હતી
દુધરેજનાં ઈસમને રૂ.50,000ની રિવોલ્વર સાથે SOGએ ઝડપી કાર્યવાહી કરી હતી

સુરેન્દ્રનગરના દુધરેજના ઇસમને ગેરકાયદેસર હાથ બનાવટની રિવોલ્વર સાથે એસ.ઓ.જીએ ઝડપી કાર્યવાહી કરી સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા એક ઈસમને હાથ બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી છે.આ બનાવમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાઓએ જોરાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. તે દરમિયાન ખાનગી બાતમી મળતા દુધરેજ ગામના રાહુલભાઈ ઉર્ફે જેલી અશોકભાઈ ગોહિલને ગેરકાયદેસર હાથ બનાવટની રિવોલ્વર કિંમત રૂપિયા 50 હજાર સાથે ઝડપી લઈને ઈસમ વિરુદ્ધ જોરાવનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર માટે…

ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં માતાજીની ગૌરવગાથા વર્ણવતો ધાર્મિક કાર્યક્રમ યોજાયો