સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે આજે ભારત પાસે 2 અસીમ શક્તિ છે: પીએમ મોદી
રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓને સંબોધન કર્યું.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓને સંબોધન કર્યું.
- ભારતની સાથે બે અસીમ શક્તિ છે.
રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આપણે આ વર્ષે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની પણ 100મી પુણ્યતિથિ છે. આ બંને મહાપુરુષોનો પુડ્ડુચેરી સાથે ખાસ સંબંધ રહ્યો છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વએ એ વાત સ્વીકારી છે કે આજે ભારતની સાથે બે અસીમ શક્તિ છે. એક ડેમોગ્રાફી અને બીજી ડેમોક્રેસી. જે દેશ પાસે જેટલી યુવા જનસંખ્યા છે તેના સામર્થ્યને પણ એટલું જ મોટું માનવામાં આવે છે.

Swami Vivekanand Jayanti 2022: આજે પણ પ્રેરણાદાયી છે સ્વામી વિવેકાનંદના આ 9 અમૂલ્ય વિચારો