ટામેટાના જથ્થાબંધ ભાવમાં થયો મોટો ઘટાડો, 10-20 રૂપિયે કિલોના ભાવે વેચાવા લાગી શાકભાજી
છેલ્લા બે દિવસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી વધારે માત્રામાં આવી રહેલા ટામેટાના કારણે માર્કેટમાં જથ્થાબંધ કિંમતોમાં 10-20 ટકાનો ઘટાડો આવ્યો છે.
- ટામેટના ભાવમાં ઘટાડો
- 10-20 રૂપિયે કિલો વેચાઈ રહ્યો છે ટામેટા
- શાકભાજીના ભાવમાં સરેરાશ ઘટાડો નોંધાયો
છેલ્લા બે દિવસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી વધારે માત્રામાં આવી રહેલા ટામેટાના કારણે માર્કેટમાં જથ્થાબંધ કિંમતોમાં 10-20 ટકાનો ઘટાડો આવ્યો છે. મંગળવારે બજારમાં ટામેટા 10 રૂપિયાથી 20 રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડૂ અને ગુજરાતમાંથી શાકભાજીની સારી એવી આવક થઈ રહી છે. એટલા માટે હાલમાં શાકભાજીના ભાવ ઘણા બધાં અંશે સ્થિર થયેલા છે. જે આગામી એક અઠવાડીયા સુધી આવી રીતે જ રહેવાની શક્યતા છે.
હેલ્થ : દરરોજ રાત્રે સુતા પહેલા કરો અજમાનું સેવન, આ બીમારીઓ થઈ જશે ગાયબ
સરેરાશ 9000 કેરેટની સરખામણીએ લગભગ 16,000 કેરેટ મળ્યા
છુટક બજારોમાં 40-60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા. તેને આકાર અને ગુણવત્તાના આધારે તે છેલ્લા એક અઠવાડીયામાં 45-70 રૂપિયા પ્રતિ કિલોની કિંમતની સરખામણીએ સૌને આકર્ષિત કરી રહ્યા હતા. જાણકારોનું કહેવું છે કે, હાલમાં ટામેટાનું સેવન વધ્યું છે. રવિવારે જ સરેરાશ 9000 ટોકરીની સરખામણીએ 16,000 ટોકરી ટામેટા બજારમાં આવ્યા હતા. દરેક ટોકરીમાં 20 કિલોગ્રામ ટામેટા હોય છે. તેથી હરાજીમાં તેના ભાવ એકદમ નીચે ગયા છે.
આ રાજ્યોમાંથી આવે છે શાકભાજી
આમ જોવા જઈએ તો, સોમવાર અને મંગળવારે પણ આવા જ દ્રશ્યો રહ્યા હતા. કિંમતોમાં 10-20 ટકા નીચે આવી રહ્યા છે ભાવ. જોવા જઈએ તો, છેલ્લા બે દિવસમાં કોબીજ અને રીંગણમાં 5થી 10 ટકાનો ઘટાડો આવ્યો છે. આ શાકભાજી રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડૂ અને ગુજરાતથી શાકભાજી આવી રહી છે. એટલા માટે શાકભાજીના ભાવ ઘણા બધાં અંશે સ્થિર રહેલા છે. જે એક અઠવાડીયા સુધી રહેશે.
બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ