મિસ ઇન્ડિયા સિની શેટ્ટી વિશે Google પર સર્ચ થયા આ સવાલો, ચોથો સવાલ વાંચીને ચોંકી જશો

Photo of author

By rohitbhai parmar

મિસ ઇન્ડિયા સિની શેટ્ટી વિશે Google પર સર્ચ થયા આ સવાલો, ચોથો સવાલ વાંચીને ચોંકી જશો

Sini Shetty Femina Miss India 2022 Winner: દેશને આ વર્ષે મિસ ઇન્ડિયા મળી ગઇ છે. કર્ણાટકમાં રહેતી સિની શેટ્ટીએ આ વર્ષનો મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો છે. 3 જુલાઇએ આ ઇવેન્ટ મુંબઇમાં યોજાયો હતો, આ ઇવેન્ટમાં સિનીના માથે મિસ ઇન્ડિયાનો તાજ પહેરાવામાં આવ્યો હતો.

Google News Follow Us Link

These are the questions searched on Google about Miss India Sini Shetty, you will be shocked to read the fourth question.

Google search about Sini Shetty: ભારતને આ વર્ષે પોતાની બ્યૂટી ક્વીન મળી ગઇ છે. મુંબઇના બ્રાંદ્રા વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કર્ણાટકની સિની શેટ્ટીના માથે મિસ ઇન્ડિયાનો તાજ પહેરાવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં સિનીએ 31 ફાઇનલિસ્ટને મ્હાત આપીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. સુંદર સિનીને જોઇને લોકોમાં ઉત્સાહ વધી ગયો છે. મિસ ઇન્ડિયા જીત્યા બાદ સિની મિસ વર્લ્ડના સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.

આ જ કારણ છે કે લોકોને સિની વિશે નાનામાં નાની બાબત પણ જાણવામાં રસ છે. સાચું કહીએ તો આ વાતમાં અમે પણ પાછળ નથી. અમે જ્યારે આ બ્યૂટી (સિનીના બ્યૂટી અને હેર સિક્રેટ વિશે જાણવા અહીં ક્લિક કરો) વિશે વધારે જાણવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે લોકો સિની વિશે શું સર્ચ કરી રહ્યા છે. આમ તો સિની વિશે ઘણું સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ આ 4 પ્રશ્નો છે જે લોકોએ સૌથી વધુ સર્ચ કર્યા છે.

સિની શેટ્ટી કોણ છે?

These are the questions searched on Google about Miss India Sini Shetty, you will be shocked to read the fourth question.

મિસ ઇન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલે (Femina Miss India 2022 Winner Sini Shetty) માં સિનીએ તેની સુંદરતા, ધીરજ અને હાજર જવાબ પર્સાનિલિટીથી તેણે જજીસનું દિલ જીતી લીધું હતું. તે કર્ણાટકમાં રહે છે અને તેનો જન્મ મુંબઇમાં થયો હતો. સિની એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં બેચલર્સની ડિગ્રી ધરાવે છે.

સિની હાલમાં ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ (CFA) કોર્સ કરી રહી છે. સિનીને ડાન્સનો ખૂબ જ શોખ છે. તેણે 4 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું. તે પ્રિયંકા ચોપરાની મોટી ફેન છે અને એક્ટ્રેસની જર્ની જોયા બાદ તેણે મોડલ તરીકે તેની કરિયર શરૂ કરી હતી. મિસ ઈન્ડિયા બનતા પહેલા સિની ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે.

નીતૂ કપૂર સબ્યસાચીના રેડ કલરના આઉટફિટમાં જોવા મળી, મિલિયન ડોલર સ્માઇલે બ્રાઇડલ લૂકમાં લગાવ્યા ચાર ચાંદ

આ હતો પહેલો પ્રશ્ન

હવે સિની વિશે સર્ચ કરવામાં આવેલા પ્રશ્નો પર નજર નાખીએ તો તેના વિશે ગુગલ પર સૌથી પહેલો પ્રશ્ન જે સર્ચ કરવામાં આવ્યો હતો તે તેની ઉંમર વિશે હતો. ગુગલ ટ્રેન્ડ્સ મુજબ તે મિસ ઇન્ડિયા બની ત્યારે લોકોએ તેની ઉંમર વિશે સૌથી વધુ સર્ચ કર્યું હતું. લોકોએ સર્ચ કર્યું હતું કે આ વર્ષની વિનરની ઉંમર શું છે? તમને જણાવીએ કે સિની શેટ્ટી અત્યારે 21 વર્ષની છે.

​બીજો પ્રશ્ન ક્યો હતો?

સિની વિશે બીજી વસ્તુ જે સર્ચ કરવામાં આવી હતી તે હતી બ્યૂટીની હાઇટ. તેની હાઇટ જાણવા માટે લોકો ખૂબ આતુર હતા. જો કે આ વાત આશ્ચર્ય થાય તેવી નથી કારણકે જ્યારે પણ કોઇ સુંદરી બ્યૂટી પેજેન્ટને લગતું કોઇ ટાઇટલ જીતે છે ત્યારે લોકોને તેની હાઇટ જાણવામાં ખાસ રસ હોય છે. લોકો તે બ્યૂટીની હાઇટ કેટલી છે, તેનો સ્કિન કલર કેવો છે, તે કેટલું ભણી છે વગેરે જેવી બાબતો જાણવામાં બધાને રસ હોય છે. તો આ પ્રશ્નનો જવાબ છે તેની હાઇટ 5 ફૂટ 9 ઇંચ છે.

These are the questions searched on Google about Miss India Sini Shetty, you will be shocked to read the fourth question.

​ત્રીજો સવાલ આ હતો

હવે વાત કરીએ સિની સાથે જોડાયેલા ત્રીજા પ્રશ્નની તો લોકોને તેના સોશયલ મીડિયા હેન્ડલ અને તેના પરિવારના લોકો વિશે જાણવામાં રસ હતો. લોકો એ જાણવા ઇચ્છતા હતા કે સિનીના પરિવારમાં કેટલા લોકો છે. તો આ પ્રશ્નનો જવાબ છે કે સિનીના ફેમિલીમાં તેના માતા-પિતા સહિત એક ભાઇ છે અને તે અપરણિત છે.

ચોથો પ્રશ્ન જે થયો ટ્રેન્ડિંગ

સિનીને લગતા આ ત્રણ પ્રશ્નો એવા હતા કે જે સામાન્ય રીતે લોકો જાણવા ઇચ્છતા હોય અને આ પ્રશ્નો સર્ચ એન્જીનમાં આગળ હોય તો તેમા આશ્ચર્ય થાય તેવું નથી. પરંતુ જ્યારે અમારી નજર તેના લગતા ચોથા પ્રશ્ન પર પડી ત્યારે અમને જાણવા મળ્યું કે લોકોએ તેના બિકીની ફોટા સર્ચ કર્યા હતા. બાય ધ વે સિની ખૂબ જ સુંદર છે. અમે માનીએ છીએ કે થોડા સમયમાં તે તેના કિલર લુક્સ બોલિવૂડ બ્યૂટીઝને મ્હાત આપતી જોવા મળશે.

ગર્લફ્રેન્ડના મોતથી જીવન બદલાયું: દિલ તૂટતાં સાત વર્ષમાં 38 દેશનો પગપાળા પ્રવાસ કર્યો, સાથે ગયેલા ડોગનો વર્લ્ડ રેકોર્ડ

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link