જમીનના દલાલને મારી નાંખવાની ધમકી
- બે પ્લોટ વેચાણ માટે ભલામણ કરી હતી.
- પ્લોટનો સોદો કરી દીધેલ હતો.
- જો પ્લોટ બીજાને વેચીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
સુરેન્દ્રનગર શહેરના કમલા પાર્ક હરેકૃષ્ણ સોસાયટી 80 ફૂટ રોડ ઉપર રહેતા ભૂપેન્દ્ર મહાસુખભાઇ શાહ જમીન દલાલીનો ધંધો કરે છે. જેથી તેમને પંકજભાઈ દોશી નામની વ્યક્તિએ બે પ્લોટ વેચાણ માટે ભલામણ કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરમાં લોકોની ચહલપહલથી અને વાહનોથી ધમધમતા રોડ સૂમસામ બન્યા
જે બાબતે જે બંને પ્લોટ વેચવા માટે સનફલાવર સ્કૂલની ગલીમાં રહેતા લાભભાઈ રબારીને વાત કરી હતી. પરંતુ તેઓની પહેલા જ એક ગ્રાહક મળી જતા પ્લોટનો સોદો કરી દીધેલ હતો. આ બાબતની જાણ લાલભાઇ રબારીને થતા તે બાબતનું મનદુઃખ રાખી ભૂપેન્દ્રભાઇ શાહ સનફ્લાવર સ્કૂલ પાસેથી નીકળતા સમયે ઊભા રાખી ગાળો આપેલ અને માર પણ મારેલ હતો અને જો પ્લોટ બીજાને વેચીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બાબતની લાભભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવેલ હતી.
વઢવાણ સુરેન્દ્રનગરમાં રબારી કુમાર છાત્રાલયને કોવિડ સેન્ટર માટે ફાળવવા કલેક્ટરને રજૂઆત કરાઇ