Fake CBI Officer- નકલી CBI અધિકારી બની રોફ જમાવતા સુરેન્દ્રનગરના ભાજપ કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ
- YMCAમાં ફિલ્મમેકરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારા 3 ઝડપાયા
અમદાવાદ શહેરના આનંદનગરમાં એસ.જી. હાઇવે પર આવેલી વાયએમસીએ કલબના બીજા માળે રૂમમાં નકલી સીબીઆઈ તરીકે ઓળખ આપવાની ઘટનામાં સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નં. 13ના ભાજપના સભ્ય હિતેશ્વરસિંહ મોરી સહિત 3 શખસને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવમાં ફરિયાદીને સીબીઆઈની ખોટી ઓળખ આપી લાફા માર્યાનો આરોપ લાગવાયો છે.
અમદાવાદ શહેર હાંસોલ, એરપોર્ટ રોડ, અક્ષરધામ રેસિડન્સી સી-202 માં રહેતાં અને ફિલ્મમેકરનો ધંધો કરતા સુમિતભાઈ ચેતનકુમાર ખાનવાણીએ અમદાવાદ આનંદનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.02 સપ્ટેમ્બરે વાયએમસીએ કલબના રૂમમાં 3 શખ્સે સીબીઆઇની ખોટી ઓળખ આપી હતી અને જેમાંથી એક શખસે લાફા પણ ઝીંકયા હતા.
આ શખ્સો લઇને આવેલી કારનો નંબર તપાસતા જેનું ધનરાજ રાઠોડના નામે રજીસ્ટ્રેશન હતું. જેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા મ્યુચલ ફ્રેન્ડમાં સાથે આવેલા 2 શખસના પણ ફોટા હતા. જેઓની આઇડી વિજયસિંહ પરમાર તથા વિરેન્દ્રસિંહ ચાવડા નામથી હતી. જેમાં વિજયસિંહ પરમારે મને લાફો માર્યો હતો અને વિરેન્દ્રસિંહ ચાવડાએ સીબીઆઈની ખોટી ઓળખ આપી આઇ-કાર્ડ બતાવેલું હતું.
Gandhinagar- ગાંધીનગરના દહેગામ પાસે આવેલા વાસણા સોગઠી ગામે ઘટી કરુણાંતિકા
પોલીસે ત્રણેય શખસ સામે તપાસ હાથ ધરતાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. 13ના વર્તમાન સદસ્ય હિતેશ્વરસિંહ મોરીની પણ આ કેસમાં ઓળખ થતાં ધરપકડ કરાઇ હતી. આ ઘટનામાં અમદાવાદ શેલામાં રહેતા અને જમીન લે-વેચનું કરતા ધનરાજસિંહ સામંતસિંહ રાઠોડ, આમદવાદના બોપલ રહેતા અને ખાનગી નોકરી કરતાં વિરેન્દ્રસિંહ ભરતસિંહ ચાવડાને પણ ઝડપી લેવાયા હતા. આ સમગ્રઘટના અંગે આરોપી હિતેશ્વરસિંહ મોરીએ મિત્ર ધનરાજને નોટિસ મળતાં પોલીસ મથકે જવાબ લખાવવા ગયા તો આરોપી તરીકે મને પકડી લીધો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ મથકના પીઆઈ બી.કે.ભારારીએ જણાવ્યું કે, આ ઘટનામાં ફરિયાદી ત્રણેય આરોપીને ઓળખતા નહોતા. આથી ફરિયાદીએ વિજયસિંહ પરમાર નામ લખાવ્યુ હતુ. પરંતુ ઓળખ પરેડમાં ફરિયાદીએ આરોપી હિતેશ્વરસિંહ મોરીને ઓળખી બતાવ્યા હતા. આથી એમની અટક કરવામાં આવી છે.
REVIEW- સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લીધી
ફ્રિલાન્સ ફિલ્મમેકર સુમીતને તા. 02 સપ્ટેમ્બર 2024ની બપોરે ફોન આવ્યો કે હું ગ્રીમર જોષી બોલુ છુ, મને ભૌમિકે તમારો નંબર આપેલો છે અને મારે એડ બનાવવાની છે. બીલી લાઇફ સાઇનસીસ કંપની છે તેમાં એક નવું સ્ટાર્ટઅપ કવચ કરીને આવે છે તેની એડ બનાવવાની છે. આ બાબતની મીટિંગ હોવાથી સુમીત અને મીતભાઈ અશ્વિનભાઈ મિસ્ત્રી અને દીશીત અશ્વિનભાઈ ત્રણેય કાર લઇને રાત્રિના 09 વાગ્યે વાયએમસીએ ક્લબમાં પહોંચ્યા હતા.
જ્યાં સૌમિક નામનો વ્યક્તિ આવીને કહ્યુ કે મને ગ્રીમર જોષીએ મોકલેલો છે અને તે અમને બીજા માળે રૂમમાં લઇ ગયો હતો. ત્યાં કુનાલભાઈને મળાવ્યાં બાદમાં કુનાલ બાલકનીમાં ગયો અને સુમીત સૌમીક સાથે ચર્ચા કરતો હતો. આ દરમિયાન ડોર બેલ વાગ્યો હતો ત્યારે સૌમિકએ જણાવ્યુ કે કદાચ ગ્રીમર હશે તેમ કહી દરવાજો ખોલવા માટે ગયો તો અજાણ્યા 3 શખસ અંદર આવી અને રેડ-રેડ સીબીઆઈ તેવી બૂમો પાડવા લાગ્યા હતા.
SURENDRANAGAR- સુરેન્દ્રનગરના 60 ફૂટ રોડની બાજુમાં જ ગંદા પાણીથી લોકો ત્રસ્ત