Site icon સોહમ 24 ન્યુઝ

એકસાથે ત્રણને કાળ ભરખી ગયો: લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પિકઅપ વાન પલટી, બાળક સહિત ત્રણનાં ઘટનાસ્થળે મોત

એકસાથે ત્રણને કાળ ભરખી ગયો: લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પિકઅપ વાન પલટી, બાળક સહિત ત્રણનાં ઘટનાસ્થળે મોત

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક પિકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જેમાં બે પુરુષ અને એક આઠ વર્ષનું બાળક હતું. સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે, જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે મોતને ભેટતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ પર વેજલકા નજીક પિકઅપ વાન પલટી મારી જતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.

બે પુરુષ અને એક બાળક સહિત ત્રણનાં મોત :-

લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનામાં અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા તાકીદે લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ બોટાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં બે પુરુષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણનાં ઘટનાસ્થળે મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં પ્રાથમિક તપાસમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ચૂડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી :-

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક સર્જાયેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ચૂડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ત્રણેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ચૂડા સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

તનથી અશક્ત, મનથી સશક્ત: રાજકોટમાં ચાલવા અને લખવામાં અસમર્થ વિદ્યાર્થીને ધો.12માં 99.97 PR, કલેક્ટર બની દિવ્યાંગોની સેવા કરવી છે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version