વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વેપારીઓની વેદના સાંભળી
- વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વેપારીઓની વેદના સાંભળી.

વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વેપારીઓની વેદના સાંભળી. સુરેન્દ્રનગર વઢવાણ સહિતના વિસ્તારોમાં સતત કોંગ્રેસ માટે કાર્ય કરતા કેટલાક આગેવાનો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ત્યારે આમ આદમી પાર્ટીના નિયમોનુસાર સતિષભાઈ ગમારા અને કમલેશભાઈ કોટેચા સહિતનાઓએ વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં ચાલીને શહેરના દરેક વેપારી સાથે મળીને તેઓની વેદના સાંભળી હતી અને તેઓને પડતી મુશ્કેલી બાબતે ચર્ચાઓ પણ કરી હતી. તેમજ તેમની સમસ્યા આવનારા સમયમાં ઉકેલ આવશે તેવી ખાતરી આપી આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા પણ જોવા મળ્યા હતા.
ડેપો ખાતે એસટી સલાહકાર સમિતિના આગેવાન સહિતનાઓ દ્વારા બદલી પામતા અધિકારીનું બહુમાન કરાયું