ટિપ્સ: હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય તે લોકોએ આ આદતો ભૂલી જવી જોઈએ, સ્વાસ્થ્ય બની જશે તંદુરસ્ત
ફિટ રહેવા માટે અમુક ફેરફાર અત્યંત જરૂરી છે, નહીં તો આગળ જતા તમારી પરેશાની વધી શકે છે. ખાસ કરીને જે લોકોને કોલેસ્ટ્રોલ હાઈ રહે છે તો તેમણે પોતાની આદતો ફરજીયાત બદલવી જોઈએ નહીંતર આગળ વધતા હાર્ટ એટેકની આશંકા વધી જાય છે. તો આવો જાણવાનો પ્રયાસ કરીએ કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી તમારે કઈ વસ્તુઓથી અંતર રાખવુ જોઈએ.
- શું તમારા શરીરમાં પણકોલેસ્ટ્રોલ વધી રહ્યું છે?
- નાસ્તામાં આ વસ્તુઓનું સેવન ઓછુ કરી દો
- નહીંતર આગળ જતા વધશે પરેશાની
હાઈ-કેલેરી સ્નેક્સથી દૂર રહો
એવી વસ્તુઓ જેમાં હાઈ-કેલેરી હોય છે, તેનાથી તમારે અંતર જાળવવુ પડશે. કારણકે તેનાથી તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. એટલેકે હાઈ-કેલેરી સ્નેક્સનુ ઓછામાં ઓછુ સેવન કરવુ નહીંતર આગળ જતા પરેશાની વધી શકે છે.
ફાસ્ટ ફૂડ્સનું સેવન ના કરશો
કેટલાંક લોકો જ્યારે હોય ત્યારે કઈકનુ કઈક ખાતા રહે છે, પછી તે ગમે તે વસ્તુ હોય. કેટલાંક લોકો કામ કરતી વખતે પણ ફાસ્ટ ફૂડ ખાતા રહે છે. એવામાં અહીં જણાવવાનું કે તમે આવુ કરીને તમારા આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યાં છો. આમ ક્યારેય ના કરશો નહીંતર તમને મુશ્કેલી થઇ શકે છે.
ફાઈબરવાળી ચીજ વસ્તુઓ ના ખાશો
અમુક લોકો પોતાના ડાયટમાં ફાઈબર જેવી વસ્તુઓથી અંતર બનાવીને રાખે છે, પરંતુ અહીં જણાવવાનુ કે જો તમે ફાઈબરયુક્ત ચીજ વસ્તુઓને તમારા ડાયટમાં એડ કરો છો તો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા બરાબર રહે છે. એટલેકે ખરાબ કોલેસ્ટ્રોલ વધતુ નથી.