સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ ઝુંબેશના ભાગરૂપે ઈ-એપીક ડાઉનલોડ કરવા માટે
તા.૭ માર્ચ અને તા.૧૩ માર્ચના રોજ કેમ્પ યોજાશે
- સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧
- ઇલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડ પી.ડી.એફ. સ્વરૂપે મોબાઈલમાં ડાઉનલોડ થશે
- મતદારોને ઈ-એપીક ડાઉનલોડ કરવામાં મદદરૂપ થશે

કરવા માટે તા.૭ માર્ચ અને તા.૧૩ માર્ચના રોજ કેમ્પ યોજાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે આગામી તા.૦૭/૦૩/૨૦૨૧ (રવિવાર) અને તા.૧૩/૦૩/૨૦૨૧ (શનિવાર) ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ ખાસ કેમ્પ યોજાનાર છે. જે અંતર્ગત યુનિક મોબાઈલ ધરાવતા નવા મતદારો તેમના ઈ-એપીક ડાઉનલોડ કરી શકશે. આ ઇલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડ પી.ડી.એફ. સ્વરૂપે મોબાઈલમાં ડાઉનલોડ થશે જેથી કોઈ પણ સમયે આ e- EPIC નો ડીજીટલ સ્વરૂપે ઉપયોગ કરી શકાશે.
આ ઈ-એપીક ડાઉનલોડ કરવા માટે <http://nvsp.in>, <http://voterportal.eci.gov.in> અને Voter Helpline Mobile App (એન્ડ્રોઇડ/આઈઓએસ) એપ્લીકેશન દ્વારા મતદારે રજીસ્ટર/લોગ ઇન થવાથી EPIC નંબર અથવા ફોર્મ રેફરન્સ નંબર એન્ટર કરી ડાઉનલોડ કરી શકાશે. ઈ-એપીક ડાઉનલોડ કરવા બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.રાજેશની સૂચનાથી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ERO, AERO, BLO અને સુપરવાઈઝરને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેથી ઉક્ત બંને દિવસોએ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે BLO સવારે ૧૦.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી ઉપસ્થિત રહી સબંધિત મતદારોને ઈ-એપીક ડાઉનલોડ કરવામાં મદદરૂપ થશે.
જિલ્લામાં કુલ-૫૨૯૪ યુનિક મોબાઈલ નંબર નોંધાયેલ યુવા મતદારો પૈકી અત્યાર સુધીમાં કુલ-૨૧૬૨ મતદારોએ ઈ-એપીક ડાઉનલોડ કરી લીધા છે. ઉક્ત કામગીરી માટે ERO, AERO પાસે યુનિક મોબાઈલ નંબર નોંધાયેલ છે અને e-EPIC ડાઉનલોડ કરવાનું બાકી રહેલ મતદારોના નામોની ભાગ વાઈઝ પી.ડી.એફ. જે તે ERO અને AERO દ્વારા સુપરવાઈઝર મારફત BLO ને આપવામાં આવેલ છે. જેથી BLO દ્વારા બાકી રહેલ મતદારોનો સંપર્ક કરી મોબાઈલ/કોમ્પ્યુટર પર ઈ-એપીક ડાઉનલોડ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. જે આગામી ખાસ કેમ્પના દિવસો સિવાય પણ ચાલુ રાખવામાં આવશે.
બાકી રહેલ મતદારોના ઈ-એપીક ડાઉનલોડ કરવા જરૂરી માર્ગદર્શન માટે BLOનો સંપર્ક કરવા તેમજ અન્ય કોઈ રજૂઆત કે પ્રશ્ન ઉપસ્થિત થાય તો નજીકની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી ખાતે ERO, AEROનો સંપર્ક કરવાનો રહેશે તેમજ વધુ જાણકારી માટે મામલતદાર કચેરી ખાતે e-Epic Help Desk ખાતે જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે તેમજ જિલ્લાના ટોલ-ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૯૫૦ પર પણ સંપર્ક કરી શકાશે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત નવા નોંધાયેલા યુવા મતદારો પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના બાકી રહેલ મતદારોને e-EPIC ડાઉનલોડ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે. રાજેશ દ્વારા અનુરોધ કરાયો છે.