Exam – આજે ઝાલાવાડના 128 કેન્દ્રો ઉપર 32,503 છાત્ર બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાતમાં એસએસસી અને એચએસસી ની બોર્ડની પરિક્ષાઓ આજથી શરુ થઇ રહી છે. જેમાં કુલ કુલ 32,503 વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપશે. જીલ્લામાં ધોરણ-10 માં 19280, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 11793 અને ધોરણ 12 સાયન્સ માં 1430 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. જીલ્લામાં 2000 થી વધુ શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ પરિક્ષા ની કામગીરીમાં જોડાશે. બોર્ડની પરિક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા પાટા એપથી પેપર લઇ જતા વાહનોનું ટ્રેકીંગ કરવામાં આવશે. તેમજ તા.11-3-2023થી તા.26-3-2023 દરમિયાન જિલ્લામાં 75 કેન્દ્ર પર ધો.10 અને 53 કેન્દ્ર પર ધો.12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે.
દરેક કેન્દ્ર પર ફરજીયાત સીસીટીવી ચાલુ રાખવા અને ડેટા સ્ટોર રાખવા વ્યવસ્થા કરવા જણાવાયુ છે તથા વીજપુરવઠો ન ખોરવાય તેની તાકીદ કરાઇ જો કોઇ કારણો સર વીજપરુવઠો જાય તો જનરેટરની વ્યવસ્થા રાખવા જણાવાયુ છે.પુર્વપરીક્ષાઓમાં શાળાઓમાં ગેરરીતિના મામલાઓ સામે આવ્યા સંવેદનશીલ, અતિ સંવેદનસીલ કેન્દ્રો પર એસઆરપી પોલીસ બંદોબસ્ત મુકાશે
2000 શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાશે
Mockdrill Organized- આઈઓસીની પાઈપમાં લીકેજથી આગ લાગતાં લેવલ 3ની ઇમરજન્સી લદાઈ