આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, અમદાવાદના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
- આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે
- શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
- શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસનો અનોખો સંયોગ
- સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ છે

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર:
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ સર્જાયો છે. એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પણ ભાવિક ભક્તો ભોળનાથને ભજવા માટે ઉમટી રહ્યાં છે. વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ સર્જાયો છે. એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પણ ભાવિક ભક્તો ભોળનાથને ભજવા માટે ઉમટી રહ્યાં છે. વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
અમદાવાદનું કામેશ્વર મંદિર હોય કે, બિલેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ હોય કે ઓમકારેશ્વર દરેક વિસ્તારોમાં આવેલાં શિવમંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ભક્તો જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. કોરોનાકાળમાં દરેક શિવમંદિરોમાં ભક્તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ભગવાનના દર્શન કરી રહ્યાં છે.
સોમવતી અમાસનું ખાસ મહત્વ:
જ્યોતિષશાસ્ત્રો મુજબ દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ. સોમવતી અમાસનું મહત્ત્વ એટલા માટે સવિશેષ છે કેમ કે તે સંતતિ, સંપત્તિ અપાવનારી પુણ્યફળદાયી તિથિ છે. આ દિવસે મહાદેવજી, પિતૃ, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. બીજી રીતે કહીએ તો આ દિવસે હર-હરિ અને પિતૃ –ની ઉપાસનાની ત્રિવેણીનો સંગમ થાય છે. ખાસ કરીને પિતૃઓની કૃપા માટે પ્રયત્ન કરવાથી સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે વર્ષમાં તે એકાદ-બે વખત જ આવતી હોય છે.
સામાન્ય રીતે અમાસનું મહત્ત્વ તો હોય જ છે, પણ તેમાં સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ છે અને મૌની અમાસનો પણ સંયોગ થઇ રહ્યો છે. જે એક વિશિષ્ટ સંયોગ કરાવી રહી છે. આ દિવસ શિવ-પિતૃ પૂજન માટે પણ શ્રેષ્ઠ છે. ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળાનાં પૂજનનું પણ કરી શકાય છે. ખાસ કરીને પીપળાની ૧૦૮ વખત પ્રદક્ષિણા પણ કરી શકાય છે. સાથે જ ‘ઓમ્ વિષ્ણવે નમ:’ મંત્રની માળા કરવી.