વઢવાણ સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી વન વિભાગ દ્વારા વાહનો ખાલસા કરાયા
- જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન
- ટ્રેકટર અને જેસીબી મળી 13 લાખના વાહનો ખાલસા કરાયા
જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી મળી 13 લાખના વાહનો ખાલસા કરાયા. સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વાહનોને ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ધ્રાંગધ્રા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927 અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં દિલીપભાઈ પ્રેમજીભાઈ સિંધવ અને જીગ્નેશભાઈ દિલીપભાઈ સિંધવ ના વાહનો ઝડપી લઇ ખાલસા કરવાની કાર્યવાહી શુક્રવારે કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કોરોના વેક્સિનની કામગીરીની માહિતી ટ્વીટ કરીને અપાઈ
જેમાં જેસીબી અને ટેકટર મળી અંદાજિત કુલ રૂ.13 લાખના વાહનો ખાલસા કરવામાં આવ્યા છે અને આ બંને ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.