ટ્રાફિક ડ્રાઈવ: ટ્રાફિક નિયમ ભંગના 331 કેસ 1.02 લાખનો દંડ, 9 વાહન ડિટેઈન

Photo of author

By rohitbhai parmar

ટ્રાફિક ડ્રાઈવ: ટ્રાફિક નિયમ ભંગના 331 કેસ 1.02 લાખનો દંડ, 9 વાહન ડિટેઈન

Google News Follow Us Link

Traffic Drive: 331 cases of traffic violation fined 1.02 lakhs, 9 vehicles detained

  • સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રવિ-સોમમાં ટ્રાફિક ડ્રાઈવ

સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. રવિવાર-સોમવાર એમ 2 દિવસમાં 9 વાહન ડિટેઇન કરીને જુદા જુદા નિયમોના ભંગના 331 લોકો સામે કેસ કરીને રૂ. 1.02 લાખનો દંડ વસૂલાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સમસ્યાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નિયમોનો ભંગ કરીને તેમજ દારૂ પીને વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. જેના કારણે જિલ્લા પોલીસતંત્ર દ્વારા 187 ચાલકના લાઇસન્સ પણ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

20 વર્ષથી સમસ્યા: વઢવાણ વાડીવાળામાં હનુમાન મંદિરની બાજુના વિસ્તારમાં રસ્તા અને ગટરની સુવિધા જ નથી

ત્યારે જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચનાથી સુરેન્દ્રનગર ટ્રાફીક પીએસઆઇ એન.એચ.સોલંકી, બીપીનભાઈ, સરદારસિંહ, રાજુભાઈ, રોહિતભાઈ અઘારા, નવનીતભાઈ સહિતની ટીમ દ્વારા શહેરના હેન્ડલુમચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકીચોક, પતરાવાળી તેમજ જોરાવરનગર અને રતનપર, ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ સાથે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં રવિવાર અને સોમવાર એમ 2 દિવસમાં 9 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા 331 લોકો સામે કેસ તેમજ રૂ. 1,02,100નો દંડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link