બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ જૈન પરિવારની દીકરીનું કરૂણ મોત: ભાઈને ગંભીર ઈજા

Photo of author

By SOHAM 24 NEWS

બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ જૈન પરિવારની દીકરીનું કરૂણ મોત: ભાઈને ગંભીર ઈજા

બાવળા – બગોદરા હાઈવે પર સર્જાયેલા અકસ્માતના પગલે ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ: અકસ્માત અંગે તપાસ હાથ ધરી : હાઈવે પર લોકો ઉમટી પડયા: સલોની શાહના બંન્ને નેત્રોનું ચક્ષુદાન કરાવી સમાજને નવી પ્રેરણા આપી

Google News Follow Us Link

બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ જૈન પરિવારની દીકરીનું કરૂણ મોત: ભાઈને ગંભીર ઈજા

  • બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
  • બાવળા-બગોદરા માર્ગ પર આઈસર ગાડીએ બાઈકને અડફેટમાં લેતા યુવતીનું ઘટનાસ્થળે મોત 
  • બંન્ને નેત્રોનું ચક્ષુદાન કરાવી સમાજને નવી પ્રેરણા આપી

બાવળા-બગોદરા માર્ગ પર આઈસર ગાડીએ બાઈકને અડફેટમાં લેતા એક યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ છે. જ્યારે બાઈક ચાલકને ઈજા પહોંચતા બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ હતી. અકસ્માતના બનાવની વધુમાં મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના શાહ પરિવારના ભાઇ બહેન અમદાવાદ ઈબાની દિકરીનાં લગ્ન પતાવી પોતાના ઘરે સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા.

ગુજરાતમાં માવઠું, અમદાવાદ સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો

તેઓ બાવળા-બગોદરા થઇ સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાવળા-બગોદરા વચ્ચે કલ્યાણગઢના પાટિયા પાસે પાછળથી આવતા આઈસર નં. GJ38 T-3775 ના ચાલકે ઓવરટેક કરી કાવા માર્યા હતો. જેમાં આઈસરે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર બંને ભાઇ-બહેન રોડ પર પટકાયા હતા. જેમાં પાછળ બેઠેલ બહેન સલોનીનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાઇ નિશરને પણ માથાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માતના બનાવ અંગે 108 ને જાણ કરાતા બંને ભાઈ-બહેનને બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. સીએચસીમાં ફરજ પરના હાજર ડોકટરે સલોનીબેનને મૃત જાહેર કર્યા હતા.

બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ જૈન પરિવારની દીકરીનું કરૂણ મોત: ભાઈને ગંભીર ઈજા

કલ્યાણગઢના પાટિયા પાસે એક આઇસરે બાઈક પર જઈ રહેલ ભાઈ-બહેનનાં બાઈકને ટક્કર મારી હતી. જેથી પાછળ બેઠેલ બહેન સલોનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેના મૃત્તદેહને પીએમ માટે બગોદરા સીએચસી ખાતે લવાયો હતો. અત્રે તેમના સંબંધી મનનભાઈ નિલેશભાઈ શાહે ચક્ષુદાન કરવાની પ્રેરણા આપી હતી. તેથી સુરેન્દ્રનગર જીનતાન રોડ ઉપર શારદા સોસાયટીમાં રહેતા શિનેશભાઈ ચન્દ્રકાન્ત શાહએ પોતાની પુત્રી સલોનીની બંને નેત્રોનું ચક્ષુદાન સિવિલ હોસ્પિટલ, અમદાવાદને કર્યુ હતું. સિવિલ હોસ્પિટલ તરફથી સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજમાંથી એમ્બ્યુલન્સ આવી ચક્ષુદાન સ્વીકાર્યુ હતું.

ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં, હવે કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય

વધુ સમાચાર માટે…

સાંજ સમાચાર

Google News Follow Us Link