Trailer Out: રિલીઝ થયુ અક્ષયની ફિલ્મ ‘રક્ષાબંધન’નું ટ્રેલર, કોમેડી-ડ્રામા સાથે હૃદય સ્પર્શી લેશે ભાઈ-બહેનના પ્રેમની સ્ટોરી
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સની ફિલ્મ રક્ષાબંધનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખૂબ જ દમદાર છે. 4 બહેનોના લગ્નની ચિંતામાં ખોવાયેલા અક્ષય કુમારની આ વાર્તા દિલને સ્પર્શી જશે.
- રિલીઝ થયુ રક્ષાબંધનનું ટ્રેલર
- ભૂમિ અને અક્ષયની છે ફિલ્મ
- ભાઈ-બહેનના પ્રેમની વાર્તા દિલ જીતી લેશે
ઘણા સમયથી અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ રક્ષાબંધનને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ ઘણા સમય પહેલા જાહેર કરવામાં આવી હતી અને હવે રક્ષાબંધનનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.
કેવું છે ટ્રેલર?
ટ્રેલરની શરૂઆતમાં જ ખબર પડે છે કે ફિલ્મ મનોરંજનથી ભરપૂર છે. ક્યારેક ખુલ્લામાં શૌચનો વિરોધ કરનાર અને ક્યારેક પેડમેન બનીને મહિલાઓની પીડાને સમજનાર અક્ષય કુમાર આ વખતે પોતે જ પીડામાં છે. ચાર ચાર બહેનોના દહેજ અને લગ્નને લઈને તે ચિંતામાં છે.
આવી ગયું મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મીઠુ’નું ટ્રેલર, જોરદાર શોટ્સ મારતી જોવા મળી તાપસી
તો બીજી તરફ ભૂમિ પેડનેકરના પિતા ઈચ્છે છે કે તે 6 મહિનામાં ભૂમિ સાથે લગ્ન કરે નહીં તો તે તેની પુત્રીના લગ્ન બીજા કોઈ સાથે કરશે. અક્ષય કુમારને 6 મહિનાની અંદર પોતાની બહેનોના લગ્ન કરવાના હોય છે જેથી તે પોતે પણ લગ્ન કરી શકે. ટ્રેલર જોઈને એ વાત તો સ્પષ્ટ છે કે ફિલ્મ તમને ખૂબ મનોરંજન આપશે. સાથે જ તમને ઈમોશનલ પણ કરશે અને સમાજની દહેજની કુપ્રથાને પણ દર્શાવશે.

કેવી છે કલાકારોની એક્ટિંગ?
ટ્રેલર કેવું છે એ જાણ્યા પછી હવે વાત કરીએ કલાકારોની એક્ટિંગ વિશે. અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સાદિયા ખાતિબ, સહજમીન કૌર, દીપિકા ખન્ના અને સ્મૃતિ શ્રીકાંત અક્ષયની બહેનોની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા હૃદયને સ્પર્શી જાય છે અને સાથે જ બધાની એક્ટિંગ પણ જબરદસ્ત છે.