Site icon સોહમ 24 ન્યુઝ

Triple Accident – ડમ્પર અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી

Triple Accident – ડમ્પર અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકા રોડ પર આવેલી જી.કે. હાઈસ્કૂલ નજીક ડમ્પર સાથે એક કારની પાછળ બીજી કાર ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં મળતી માહિતી મુજબ ડમ્પર ચાલક પૂરઝડપે માંતેલા સાંઢની માફક જઈ રહ્યો હતો, ત્યારે કારચાલક ડમ્પરની પાછળ હતા. ત્યારે મૂળ ભાવનગરના અને સુરેન્દ્રનગરથી આવી રહેલી કાર પાછળ બીજી કાર પાછળ ઘૂસી જતા અને આગળની કાર ડમ્પરમા ઘુસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

ત્યારે હાઈવે પર ક્યાંકને ક્યાંક તુંતુ મેમેના ઝગડાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને માહોલ પણ ગરમાયો હતો. જેમાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Limbdi – સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે લીંબડીની હોસ્પિટલમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version