વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત

Photo of author

By SOHAM 24 NEWS

વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત

મૃત્યુ પામનાર મુકેશભાઈ ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે, અને કનાડુ બેઠકના સભ્ય હતા, તેમજ ભાજપના અગ્રણી છે, મુકેશભાઇનુ મૃત્યુ થયા બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત

  • વલસાડ જિલ્લાના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો એકબીજા સામે ટકરાતા આ ભયાનક અકસ્માત સર્જાયો

વલસાડ નજીક ત્રિપલ અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે, વલસાડ જિલ્લાના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો એકબીજા સામે ટકરાતા આ ભયાનક અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ દૂર્ઘટના ભિલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર નજીક જ બની હતી. જેથી ગણતરીની મિનીટોમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઘાયલ લોકોને હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.

વીરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘરે ઘરે રંગોળી કરીને 222 મી જલારામ જયંતીની ઉજવણી શરૂ

દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકો ભિલાડ નજીકના કનાડુ ગામના રહેવાસી છે, હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. દૂર્ઘટનામાં મારનાર પતિ-પત્ની ભિલાડ નજીક કનાડુ ગામ રહેવાસી હતી. જેમનુ નામ મુકેશભાઈ છે અને તે પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવતા હતા. દૂર્ઘટના સમયે મુકેશભાઇ તેમની પત્ની જોડે પરત ફરી રહ્યાં હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો, અને અકસ્માતમાં પતિ-પત્ની અને અન્ય એક વ્યક્તિનુ મોત થયુ હતુ.

મૃત્યુ પામનાર મુકેશભાઈ ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે, અને કનાડુ બેઠકના સભ્ય હતા, તેમજ ભાજપના અગ્રણી છે, મુકેશભાઇનુ મૃત્યુ થયા બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો

વધુ સમાચાર માટે…

abplive