વિશ્વ મહિલા દિન નિમિતે શહેરમાં યોજાયો ત્રિવેણી સંગમ કાર્યક્રમ
- વિશ્વ મહિલા દિન નિમિતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો.
- કોરોના સામે લડી સ્વસ્થ થઇ જસુબેન માંડલિયા, જાહન્વી સોની નું વિશેષ અભિનંદન કરાયું હતું.
- કાર્યક્રમનું દીપપ્રાગટ્ય શારદાબેન આદ્રોજાએ કર્યું હતું
- શહેરના આંગણે નિર્ધાર દ્વારા એક વિશેષ સેવા પુષ્પ વિધવા મહિલાને સમર્પિત કરાયું હતું.
વિધવા મહિલા ઓ ના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર તથા માનવ જ્યોત મુંબઈના ઉપક્રમે વિશ્વ મહિલા દિન નિમિતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવા જ્યોત એવૉર્ડ 2021 હીનાબેન પંડ્યા, શિક્ષણ જ્યોત એવૉર્ડ અલ્કાબેન દેવમોરારી, ધર્મ જ્યોત એવૉર્ડ રસીલાબેન હસુભાઈ શાહ, શક્તિ જ્યોત એવૉર્ડ કલ્પનાબેન ત્રિવેદી, કૃષિ જ્યોત એવૉર્ડ નીતાબેન વરમોરા ને અર્પણ કરાયા હતા, યુવાન વયે વૈદ્યવય નો ભોગ બનેલ નાના બાળકો ધરાવતી 11 વિધવા મહિલા નું અભિવાદન મલ્ટીકલર સન્માન પત્ર, શાલ, ફુલહાર, પ્રેઝન્ટ થી કરાયું હતું.
કોરોના સામે લડી સ્વસ્થ થઇ જસુબેન માંડલિયા, જાહન્વી સોનીનું વિશેષ અભિનંદન કરાયું હતું. કાર્યક્રમનું દીપપ્રાગટ્ય શારદાબેન આદ્રોજાએ કર્યું હતું જયારે કાર્યક્રમ ના પ્રમુખ સ્થાને જાણીતા મહિલા અગ્રણી મીનાબેન ડો કે એલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. શહેર ના વિવિધ શેત્ર ના મહિલા અગ્રણી સર્વ શ્રી સીમાબેન ડો જ્યોતિન શાહ, મુક્તાબેન ગોહિલ, કેતકીબેન સંઘવી, હરસીદાબેન રાવલ, રંજનબેન જાની, ચંદ્રિકાબેન ત્રિવેદી,મુમતાજબેન હિરાણી, પ્રીતિબેન હિરાણી.બકુલાબેન ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહી સંસ્થા ની રચનાત્મક સેવા કીય પ્રવૃત્તિની અનુમોદના કરી હતી.
કાર્યક્રમની સફળતા માટે સંસ્થાપક શ્રી રાજેશ રાવલ, આનંદ રાવલ તથા નિર્ધાર ટીમ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી. આમ શહેરના આંગણે નિર્ધાર દ્વારા એક વિશેષ સેવા પુષ્પ વિધવા મહિલાને સમર્પિત કરાયું હતું.
-A.P : રોપોર્ટ