દારૂ ભરેલ બે બોલેરો અને સ્વીફ્ટ કાર ઝડપાઇ
- પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
- ટામેટા અને રીંગણા ભરેલ કોથળીઓની આડમાં જુદી જુદી બ્રાંડની ઇંગ્લિશ દારૂની 1915 નંગ બોટલ
સુરેન્દ્રનગર એલ.સી.બી.પી.આઇ. ડી.એમ. ઢોલ, પી.એસ.આઇ. વી.આર.જાડેજા તથા સ્ટાફના માણસોએ તેમજ ચોટીલા પી.એસ.આઇ. એસ.એન.ચૌહાણ, નાની મોલડી પી.એસ.આઇ. ડી.બી.ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
જેમાં સાયલા નેશનલ હાઇવે પરથી ગજરાજસિંહ ગંભીરસિંહ સીસોદિયા (રહે. રાજસ્થાન) અને રાજેન્દ્રસિંહ રણુભા જાડેજા (રહે. અમદાવાદ) બોલેરો પીકઅપ ગાડી નંબર જી.જે.13 એક્ષ 1057માં કંતાનના કોથળા નીચે તેમજ કૈલાશ દેવરાજભાઇ ચારણ રહે. રાજકોટ અને લક્ષ્મણસિંહ રાઠોડ (રહે. અમદાવાદ)ને બોલેરો પીકઅપ ગાડી નંબર જી.જે.13 એ.ટી.4021 વાળીમાં ટામેટા અને રીંગણા ભરેલ કોથળીઓની આડમાં જુદી જુદી બ્રાંડની ઇંગ્લિશ દારૂની 1915 નંગ બોટલ કિંમત રૂ.7,08,525 સાથે પકડી પાડેલ હતા.
આ ઉપરાંત યુટીલીટી ગાડી નંગ-2, પાંચ મોબાઇલ, રોકડા રૂપિયા, સ્વીફટ કાર વગેરે મળી કુલ રૂ.16,27,555ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા.
જ્યારે સ્વીફટ કારના ચાલક ઇમરાન ઉર્ફે બોબડો હારુનભાઇ કાલવા અને દિવ્યેશ નવલભાઇ સોલંકી નાસી છૂટતા તેમની વિરુધ્ધ પણ સાયલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉનનાં નિર્ણયને વેપારીઓએ સમર્થન આપ્યું