વઢવાણ સુરેન્દ્રનગર DSPના માર્ગદર્શન હેઠળ 5 જેટલા ઇસમોને જિલ્લા બહારની જેલમાં પાસા હેઠળ મોકલી દેવાયા
- પાંચ જેટલા ઈસમોને જિલ્લા બહારની જેલમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યા
ડીએસપીના માર્ગદર્શન હેઠળ પાંચ જેટલા ઈસમોને જિલ્લા બહારની જેલમાં પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પાંચ જેટલા ઈસમોને પાસા હેઠળ અમદાવાદ, વડોદરા અને ભૂજની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ શરીર સંબંધી તેમજ પ્રોહી જુગારની તેમજ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સુરેન્દ્રનગર, થાનગઢ, લીંમડી, ચોટીલા સહિતના તાલુકા મથકમાં નોંધાયેલ વિવિધ ગુનાઓ સબક સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડીયાના માર્ગદર્શન હેઠળ પાંચ જેટલા ઈસમોને પાસા હેઠળ જિલ્લા બહારની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે, નાના ધંધાર્થીઓને રાહત થશે
જેમાં ડીવાયએસપી ઈ.એચ.પી.દોશી તથા સી.પી.મુંજવા તેમજ એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ અને પોલીસ ટીમે પાંચ જેટલા ઈસમોને પાસા હેઠળ જિલ્લા બહારની જેલમાં મોકલી આપવાની કામગીરી પણ કરી છે.