અનોખું સાહસ: મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને 1 કલાક વિમાન ચલાવી બતાવ્યું, ગિનેસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો

Photo of author

By SOHAM 24 NEWS

અનોખું સાહસ: મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને 1 કલાક વિમાન ચલાવી બતાવ્યું, ગિનેસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો

Google News Follow Us Link

અનોખું સાહસ: મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને 1 કલાક વિમાન ચલાવી બતાવ્યું, ગિનેસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખીયાણા ગામના બે ભાઇઓએ એવિએશન ક્ષેત્રે મહત્ત્વનો પ્રયોગ કરી બતાવ્યો છે. ગુજરાતના આ બે ભાઇઓએ અમેરિકાના મીયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો.

  • મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામના વતની બે ભાઇઓનું અમેરિકામાં અનોખું સાહસ
  • મિયામીમાં પાર્કિંગમાંથી રન-વે અને ટેકઑફ સુધીની તમામ કામગીરી આંખે પાટા બાંધી કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખીયાણા ગામના બે ભાઇઓએ એવિએશન ક્ષેત્રે મહત્ત્વનો પ્રયોગ કરી બતાવ્યો છે. ગુજરાતના આ બે ભાઇઓએ અમેરિકાના મીયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. જ્યારે ‘પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ’ નામના આ ક્રાંતિકારી પ્રયોગની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ગત 6 ફેબ્રુઆરીએ અનેક દિગ્ગજ્જોને સાથે રાખી અમેરિકાના મીયામી સીટી ઉપર એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. એમની આ શોધની એન્ટ્રી ગિનેસ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી છે.

અખિયાણા ગામે રહેતા રસિકભાઇ પંચાલનો મોટો દિકરો પાર્થ પંચાલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે કેપ્ટન છે. જ્યારે એમનો નાનો દિકરો પાર્થ પંચાલ પણ પાયલોટ છે. આ બંને ભાઇઓએ શબ્દવેધી બાણ ચલાવી શકવામાં સમર્થ એવા ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની નાનપણમાં સાંભળેલી કહાનીમાંથી પ્રેરણા લઇ અમેરિકામાં આંખે પાટા બાંધી વિમ‍‍ાન ચલાવવાના પ્રોજેક્ટને તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. મોટા ભાઇ પાર્થ પંચાલે આંખે પાટા બાંધી વિમાન પાકીંગમાંથી લઇ રન-વે ઉપરથી ટેક-ઓફ કરી એક કલાક સુધી વિમાન ચલાવ્યું હતું.

અનોખું સાહસ: મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને 1 કલાક વિમાન ચલાવી બતાવ્યું, ગિનેસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો

ફ્લાઇટ વખતે ચારેબાજુ કેમેરા મુકવામાં આવ્યા હતા :-

અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે 6 ફેબ્રુઆરીએ કેપ્ટન પાર્થ પંચાલે આંખે બે પાટા બાંધવાની સાથે એની ઉપર મીઠું ભરેલી થેલી બાંધી એના નાના ભાઇને સેફ્ટી પાયલોટ તરીકે સાથે બેસાડી સતત એક કલાક સુધી મિયામી સીટી પર સફળતાપૂર્વક વિમાન ઉડાવ્યું હતું. એમની સાથે આ ફ્લાઇટમાં 25000 કલાક ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ ધરાવતા 70 વર્ષના અમેરિકન પાયલોટ જોસે, અમેરિકન એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ભારતીય વાયુદળના રિટાયર્ડ કમાન્ડર સહિતના ચાર દિગ્ગજ અધિકારીઓ હતા. તેમની આ ફ્લાઇટનું ચારેબાજુ મુકવામાં આવેલા કેમેરા દ્વારા નિરિક્ષણ રાખવામાં આવી રહ્યું હતું.

Valentine Day Special : Googleએ આપી એક પ્રેમી યુગલને ભેગાં કરવાની તક, જાણો શું ખાસ છે આ ડૂડલમાં

પાર્થ અને વ્યોમ પંચાલ ભાઇઓએ નોંધાવેલા રેકોર્ડ :- 

  • FAA-(USA) કોર્મશિયલ પાયલોટ લાયસન્સ- વ્યોમ પંચાલ
  • ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ અને એશિયા બુક ઓફ રેકોર્ડઝમાં સામેલ- વ્યોમ પંચાલ
  • અમેરિકામાં પાયલોટની (FAA)ની 10 પરીક્ષા એક સાથે 10 જ કલાકમાં આપી વ્યોમ પંચાલે એવરેજ 91% મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
  • વ્યોમ પંચાલે માત્ર 70 દિવસમાં શૂન્યથી 250 કલાકની કોર્મશિયલ પાયલોટ લાયસન્સની (FAA) તાલીમ લઇને ફ્લાઇંગ પરીક્ષા પાસ કરીને લાયસન્સ મેળવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
  • ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે 93 % સ્ટુડન્ટ પાસ થવાથી અમેરિકન ગર્વનમેન્ટ (FAA) તરફથી પાર્થ અને વ્યોમ પંચાલ-બંને ભાઇઓએ ગોલ્ડ સીલ લાયસન્સ મેળવેલ છે.
  • પાર્થ પંચાલે અમેરિકામાં પાયલોટની (FAA-USA) 9 પરીક્ષામાં એવરેજ 98.33 % મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અને આ વર્લ્ડ રેકોર્ડ આજે પણ અકબંધ છે.
  • પાર્થ પંચાલને અમેરિકામાં ચાર જાતના પ્લેન ઉડાડવાનો 11000 કલ‍ાકનો અનુભવ છે.
  • પ્રથમ પ્રયાસે જ એર બસ 320 વિમાનની ટ્રેનીંગ પાસ કરી બંને ભાઇઓએ એનું સર્ટિફિકેટ પણ મેળવ્યું છે.
  • પાર્થ પંચાલે નિરમા યુનિવર્સિટી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં અવ્વલ નંબર મેળવી નિરમાના કરસનભાઇ પટેલ અને એ વખતના ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

શેરબજાર : આજે માર્કેટ નથી મજામાં! 5 મિનિટમાં શેરબજાર ધડામ, રોકાણકારોનાં 6.65 લાખ કરોડ ડૂબ્યાં

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link