અનોખી સેન્ડવીચ: તમે ખાધી છે ક્યારેય આઈસ્ક્રીમ સેન્ડવીચ? ભાવનગરમાં લોકો ઉમટી પડ્યા, જુઓ Video
ભાવનગરમાં આઈસ્ક્રીમ સેન્ડવિચનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
- સેન્ડવિચમાં મળે છે આઈસ્ક્રીમ કેન્ડીનો સ્વાદ
- આઈસ્ક્રીમ સેન્ડવિચનો વિડીયો થયો વાયરલ
- આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવા ઉમટી રહી છે ભીડ
આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખી સેન્ડવિચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરમા આઈસ્ક્રીમ સેન્ડવિચનો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ અનોખી સેન્ડવિચને પસંદ કરી રહ્યા છે, ભાવનગરમાં એકે નવા પ્રકારની આઈસ્ક્રીમ સેન્ડવીચ લોકોમાં અતિ પ્રિય બની છે કારણ છે તેની બનાવવાની રીત અલગ જ છે. સોશિયલ મીડિયામાં એક આઈસ્ક્રીમની કેન્ડીવાળી સેન્ડવીચનો વીડિઓ વાયરલ થયો હતો અને આ વિડિઓ અનેક લોકોએ ટ્વીટર પર પણ શેર થયો હતો.

લારી પર જામે છે સાંજના સમયે સેન્ડવીચ ખાનારાઓની ભારે ભીડ
ભાવનગરના આ સ્થળે જે સેન્ડવીચ બનાવવામાં આવે છે તેમાં કેન્ડીને સેન્ડવીચની વચ્ચે મુકવામાં આવે છે અને તેમાં અન્ય મસાલા તેમજ ચીજ નાખીને સેન્ડવીચ બનવવામાં આવે છે અને તેના કારણે લોકોને આ સેન્ડવીચએ ઘેલું લગાડયુ છે. આ સેન્ડવીચ બનાવવાનારા વ્યક્તિનુ કહેવું છે કે તે સેન્ડવીચમાં વપરાતી તમામ વસ્તુઓ કંપની બ્રાન્ડની જ વાપરે છે અને તેથી લોકોમાં આ સેન્ડવીચનો ક્રેઝ વધ્યો છે. ભાવનગરના ઘોઘાસર્કલમાં આવેલ હિતેશ સન્ડ્વીચ વાળા હિતેષભાઈ દ્વારા આ નવીન પ્રકારની સેન્ડવીચ બનવવામાં આવે છે અને લારી ઉપર સાંજના સમયે સેન્ડવીચ ખાનારાઓની ભારે ભીડ જોવા મળે છે.