- Advertisement -
HomeNEWSરાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, બહુચરાજી APMCમાં પાક પલળતા ખેડૂતોને ભારે નુકસાન

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, બહુચરાજી APMCમાં પાક પલળતા ખેડૂતોને ભારે નુકસાન

- Advertisement -

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, બહુચરાજી APMCમાં પાક પલળતા ખેડૂતોને ભારે નુકસાન

હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરુ થયો છે.

Google News Follow Us Link

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, બહુચરાજી APMCમાં પાક પલળતા ખેડૂતોને ભારે નુકસાન

  • સૌરાષ્ટ્રના કેટલાક  વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો
  • પાકને ભારે નુકસાન પહોંચ્યુ
  • વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રામાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક  વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરુ થયો છે. ત્યારે બહુચરાજી APMCમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા કપાસ, એરંડા, ઘઉ અને કઠોળ સહીતના પાક પલળ્યો છે.. તો આ બાજુ ખેરાલુ, વડનગર, કડીના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, ધાનેરા, વડગામ, ડીસા,થરાદ, વાવ,કાંકરેજ સહિતના તાલુકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. કાંકરેજના ખીમાંણા, ખારીયા,શિહોરી, દિયોદરના ઓઢા,ધનકવાડા,ગંગોલ ફોરણા,સરદારપુરામાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે એરંડા, જીરું અને શાકભાજીના પાકને નુકસાનની શક્યતા છે. તો કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે.

થાનગઢનો બે વર્ષથી ફરાર શખ્સ તમંચા સાથે પકડાયો

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લાના ઇડર,વડાલી,ખેડબ્રહ્મા અને તલોદ પંથકમાં કમોસમી વરસાદ શરુ થયો છે.  કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી, ડાંગર અને શાકભાજીના પાકને નુકસાનની શક્યતા છે.

યાત્રાધામ ડાકોરમાં શરુ થયેલા વરસાદથી દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વહેલી સવારે શરુ થયેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પલળ્યો. આજે વહેલી સવારથી સાણંદ તાલુકામાં છૂટોછવાયો વરસાદ શરુ થયો છે. અચાનક શરુ થયેલા વરસાદથી ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક પલળ્યો છે. હાલમાં ખેડૂતોએ પોતાના તૈયાર ડાંગરના પાકને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરી છે. ગાંધીનગરના કલોલ અને દહેગામ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અત્યારે કલોલ અને દહેગામ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

580 વર્ષ પછી સૌથી લાંબું ચંદ્રગ્રહણ 19મી નવેમ્બરે ભારતમાં દેખાશે

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...