Urfi Javed: લો બોલો! નકલી છે ઉર્ફી જાવેદના બધા જ દાંત? કહ્યું- મકાઈનો ડોડો ખાઈશ તો બધા જ તૂટી જશે
પોતાની ફેશન સેન્સ અને આઉટફિટ્સને કારણે ચર્ચાનો વિષય બનતી ઉર્ફી જાવેદે તાજેતરમાં જ પોતાના વિશે એક મહત્વનો ખુલાસો કર્યો છે. જ્યારે મુંબઈના વરસાદ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ઉર્ફી જાવેદે જણાવ્યું કે તે વરસાદ પડે ત્યારે મકાઈના ડોડાની મજા નથી માણી શકતી, કારણકે તેના બધા જ દાંત બનાવટી છે અને તે તૂટી જશે.
અજીબોગરીબ આઉટફિટ્સને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરનારી અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. માત્ર આઉટફિટ્સ જ નહીં, ફોટોગ્રાફર્સ સાથેની તેની વાતચીતના વીડિયો પણ ચર્ચાનો વિષય બનતા હોય છે. દરરોજ ઉર્ફી જાવેદ અવનવા લુક સાથે બહાર આવતી હોય છે. તે પોતાની ફેશન સાથે અખતરા કરતી રહેતી હોય છે. તે વિચારતી નથી કે તેના આઉટફિટ્સથી લોકો શું વિચારશે અથવા શું કરશે. ઘણાં લોકો તેને ટ્રોલ કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા, પરંતુ ઉર્ફી પોતાની જ મસ્તીમાં મસ્ત રહે છે. તે એ જ કરે છે જે તેને સારું લાગે છે. તે નીડરતાથી પોતાના અભિપ્રાય પણ વ્યક્ત કરતી હોય છે.
Koffee With Karan 7: શોમાં આવવા Ranbir Kapoorએ મૂકી શરત! Karan Joharએ ન સ્વીકારતાં ‘ના’ પાડી દીધી!
ઉર્ફી જાવેદ હંમેશા હસતી જોવા મળે છે. તે ફોટોગ્રાફર્સ સાથે પણ ખુલીને વાત કરે છે. પરંતુ તાજેતરમાં જ તેણે એક વાતચીત દરમિયાન એ ખુલાસો કર્યો જે જાણીને ફેન્સ ચોક્કસપણે ચોંકી જશે. ઉર્ફી જાવેદે પોતાના દાંત વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક વાતચીત દરમિયાન ઉર્ફી જાવેદને જ્યારે પૂછવામાં આવ્યું કે મુંબઈમાં વરસાદ પડે ત્યારે તેને શું મકાઈનો ડોડો ખાવાની, ચા પીવાની, ભજિયા ખાવાની ઈચ્છા થાય છે? આના જવાબમાં ઉર્ફી જાવેદે જણાવ્યું કે, હું જો મકાઈનો ડોડો ખાઈશ તો મારા બધા જ દાંત તૂટી જશે, કારણકે તે બનાવટી છે. માટે હું ડોડો નથી ખાઈ શકતી. અને રહી વાત ભજિયાની તો એ મને ખૂબ પસંદ છે. મને તો ભજિયા ખાવા માટે બસ બહાનાની જરૂર હોય છે. હું તો આમ પણ તળી તળીને ભજિયા ખાતી રહુ છું.

તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ પોતાની ટીકા કરનારા લોકોને પણ તરત જવાબ આપતી હોય છે. તાજેતરમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે શરીરના ઉપરના ભાગને છાપાછી ઢાંક્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યુ હતું, બી યોરસેલ્ફ. જ્યારે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો તો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાની શરુઆત કરી. ઘણાં યુઝર્સને આ વીડિયો જોઈને ગુસ્સો આવ્યો અને તે ઉર્ફીની ટીકા કરવા લાગ્યા. ઘણાં લોકોએ કહ્યું કે, ઉર્ફીએ ટોપલેસ વીડિયો શેર કર્યો છે, જ્યારે અન્ય લોકોએ લખ્યું કે, ઉર્ફીએ પિંક કલરનું ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છે.
‘પોનીયિન સેલ્વન પાર્ટ 1’નું ટીઝર રિલીઝ, જુઓ ઐશ્વર્યા રાય બચ્ચનનો મહારાણી લૂક