ઈઝરાયેલમાં PM મોદીના ખાસ મિત્રને મળી ઉર્વશી રૌતેલા, આ યાદગાર ભેટ આપીને દેશનું ગૌરવ વધાર્યું…
બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં તેમણે પીએમ મોદી (PM Modi)ના મિત્ર અને ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Israel Former PM Benjamin Netanyahu) સાથે મુલાકાત કરી.
- બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં ઈઝરાયેલ ગઈ હતી.
- ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ મુલાકાત કરી.
- મુલાકાતમાં ઉર્વશીએ બેન્જામિનને ભારત તરફથી યાદગાર ભેટ આપી.
બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં તેમણે પીએમ મોદી (PM Modi)ના મિત્ર અને ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ (Israel Former PM Benjamin Netanyahu) સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં ઉર્વશીએ બેન્જામિનને ભારત તરફથી યાદગાર ભેટ આપી. તેણે પૂર્વ પ્રધાનમંત્રીને ‘ભગવદ્દ ગીતા’ ભેટમાં આપી. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. સાથે તેમણે બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાતની તસવીર પણ શેર કરી છે.
શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ
Urvashi એ પોસ્ટમાં લખી આ વાત:
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને ઉર્વશીએ લખ્યું છે કે, ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રીને ધન્યવાદ, મને અને મારા પરિવારને આમંત્રિત કરવા માટે. #RoyalWelcome.’ વધુમાં તેમણે ભેટની વાત કરતા લખ્યું, ‘મારી ભગવદ્ ગીતા: જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને દિલથી ભેટ આપવામાં આવે છે અને તેના બદલામાં બીજી કોઈ વસ્તુની આશા ન હોય, ત્યારે તે ભેટ હંમેશા શુદ્ધ હોય છે.’
પોતાની રાષ્ટ્રીય ભાષા પણ શિખવાડી:
અભિનેત્રીએ જણાવ્યું કે આ મુલાકાતમાં બન્ને જણાંએ એક બીજાને પોતાના દેશની રાષ્ટ્રીય ભાષા પણ શિખવાડી. ઉર્વશીની આ ઈઝરાયલ મુલાકાત, પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્યૂટી પેજેન્ટ, મિસ યુનિવર્સ 2021ના સિલસિલા માટે હતો. તેમણે આ બ્યૂટી સ્પર્ધામાં જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઉર્વશીએ 2015માં ભારત તરફથી મિસ યુનિવર્સ સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે તે ફરીથી આ પ્લેટફોર્મ પર જજ તરીકે પાછી આવી છે.
CDS જનરલ રાવતના આજે અંતિમસંસ્કાર: દુર્ઘટનાનું કારણ શું?
આવી રહી છે ફિલ્મી સફર:
ઉર્વશીની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેઓને ગત વખતે ફિલ્મ વર્જિન ભાનુપ્રિયામાં જોવા મળી હતી. તેમણે સિંહ સાબ ધ ગ્રેટ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ ભાગ જોની, સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, કાબિલ, હેટ સ્ટોરી 4, પાગલપંતી જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આ સિવાય તેમણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Taarak Mehta…ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી!, આ સુંદર યુવતી થઈ ફિદા અને હવે પછી…