સુરેન્દ્રનગર થાનગઢ ખાતે યુવા ભાજપના કાર્યકરો દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
- થાનગઢ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન
- સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપના કાર્યકરો દ્વારા થાનગઢ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર યુવા ભાજપના કાર્યકરો દ્વારા તારીખ 04 જુલાઈને રવિવારના રોજ સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન થાનગઢ ખાતે કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી 26 જૂન સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે
જેમાં સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા અને મહામંત્રી જીતેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચા દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવતા અંદાજે 200 જેટલા લોકોને કોરોનાની રસી લેવડાવીને સેવા હી સંગઠનનું સુત્રને સાર્થક કરી બતાવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે