Vadodara: સુરત જેવી દુર્ઘટના અટકી, વડોદરાની ફિનિક્સ સ્કૂલમાં આગ, 500 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ

Photo of author

By rohitbhai parmar

વડોદરા: સુરત જેવી દુર્ઘટના અટકી, વડોદરાની ફિનિક્સ સ્કૂલમાં આગ, 500 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ

વડોદરા મકરપુરા વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલમાં થર્ડ ફ્લોર પર આગ લાગતા 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Google News Follow Us Link

Tragedy like Surat stopped, fire at Phoenix School in Vadodara, rescue of 500 students

  • વડોદરા મકરપુરા વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલમાં થર્ડ ફ્લોર પર લાગી આગ
  • ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવાને કારણે દુર્ઘટના ટળી

વડોદરામાં એક તરફ વડોદરાની સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. રાજકીય આગેવાનો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સ્કૂલોમાં મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ મકરપુરાની સ્કૂલમાં શોર્ટ સર્કિટને કારણે આજે મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી.

શિક્ષણકાર્ય દરમિયાન ધડાકા થતાં બુમરાણ મચી:

મકરપુરા રોડ ઉપર આવેલી ફિનિક્સ સ્કૂલમાં આજે સવારે રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન ત્રીજા માળે અચાનક મિટરોમા શોર્ટ સર્કિટ થયા બાદ ધુમાડાના ગોટેગોટા છવાતા બુમરાણ મચી હતી. વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા અને શાળાના સ્ટાફે દોડધામ મચાવી મૂકી હતી.

વિદ્યાર્થીઓ કૂદી ના પડે તે માટે શિક્ષકોએ સ્થિતી સંભાળી:

આગના ધુમાડા ત્રીજા માળના ક્લાસરૂમમાં પ્રસરી રહ્યા હતા અને ચોથા માળે પણ ધુમાડા પહોંચ્યા હતા. ગભરાયેલા કેટલાક વિદ્યાર્થીઓ બારીઓ સુધી દોડી ગયા હતા. જેથી તેઓ આવેશમાં આવી કૂદી ન પડે અને સુરત જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે શિક્ષકોએ બાજી સંભાળી હતી. ધુમાડાના ગોટા વચ્ચે શિક્ષકોએ વિદ્યાર્થીઓને કોઈ ઉતાવળિયું પગલું નહીં ભરી શાંતિ થી દાદર માટે ઉતરી જવા સમજાવ્યા હતા.

પોલીસ અને ફાયરબ્રિગેડે મોરચો સંભાળ્યો, 500 નું રેસક્યુ:

દરમિયાનમાં અફરા તફરીનો માહોલ વચ્ચે મકરપુરા પોલીસ તેમજ મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડના ઓફિસર જયદીપ ગઢવી ટીમ સાથે દોડી આવ્યા હતા અને તેમણે સીડી માટે અને ઇમરજન્સી એક્ઝિટ ના માર્ગે વિદ્યાર્થીઓને નીચે ઉતારી 15 મિનિટમાં જ ક્લાસરૂમો ખાલી કરાવી દીધા હતા અને આગ કાબુમાં લીધી હતી. વીજ કંપનીની ટીમો પણ બનાવના સ્થળે આવી ગઈ હતી.

સ્કૂલની ફાયર સેફટીને કારણે દુર્ઘટના ટળી:

હાઇકોર્ટના આદેશથી ફાયર બ્રિગેડ દ્વારા વડોદરા ની સ્કૂલો હોસ્પિટલો હોટલો તેમજ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે એક ડઝન જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષ અને રેસિડન્સ કોમ્પલેક્ષ સીલ પણ કરવામાં આવ્યા હતા. મકરપુરાની ફિનિક્સ સ્કૂલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવાને કારણે ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં લઇ લેવાઈ હતી.

દેશમાં કોરોનાની ગતિ વધી, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link