Valentine Day Special : Googleએ આપી એક પ્રેમી યુગલને ભેગાં કરવાની તક, જાણો શું ખાસ છે આ ડૂડલમાં
દર વખતે ગૂગલ કોઈ ખાસ પ્રસંગે એક ખાસ ડૂડલ તૈયાર કરે છે અને એમાંય આજનો દિવસ પ્રેમીઓ માટેનો ખાસ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે. આ અવસર પર ગૂગલે એક ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કર્યું છે. જેમાં એક મ્યુઝિકલ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.
- દર વખતે ગૂગલ કોઈ ખાસ પ્રસંગે એક ખાસ ડૂડલ તૈયાર કરે છે
- આજનો દિવસ પ્રેમીઓ માટેનો ખાસ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે.
- ગૂગલે ડૂડલ દ્વારા વેલેન્ટાઈન ડેનો શુભેચ્છા મેસેજ આપ્યો
દર વખતે ગૂગલ કોઈ ખાસ પ્રસંગે એક ખાસ ડૂડલ તૈયાર કરે છે અને એમાંય આજનો દિવસ પ્રેમીઓ માટેનો ખાસ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે. આ અવસર પર ગૂગલે એક ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કર્યું છે. જેમાં એક મ્યુઝિકલ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે (Valentine Day) ઉજવવામાં આવે છે. આ વેલેન્ટાઈન વીકનો છેલ્લો અને ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે. ગૂગલે ડૂડલ દ્વારા વેલેન્ટાઈન ડેનો શુભેચ્છા મેસેજ આપ્યો છે. જેની મદદથી તમે ન તો માત્ર રમતનો જ આનંદ માણી શકશો પરંતુ ફૂલોના વરસાદ જેવું દ્રશ્ય પણ બનાવી શકશો.
સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાં 36 ટકા જ પાણી, ઉનાળા પહેલા તંત્ર યોગ્ય આયોજન કરે તેવી લોકોની માંગ
વેલેન્ટાઈન ડેના આ ખાસ અવસર પર તૈયાર કરવામાં આવેલ ડૂડલને એક ગેમ તરીકે પણ રમી શકાશે. જેમાં તમારે નીચે આપેલા ટૂલ્સની મદદથી રમવાનું રહેશે. ત્યાર બાદ તમારે અલગ થયેલા હેમસ્ટર્સ (ઉંદર જેવી પ્રજાતિ) ને મળવાનું રહેશે. તેમના મિલન બાદ એક ગીત ચાલશે કે જેમાં તમે હાર્ડ શેપના ફૂલોનો વરસાદ કરી શકો છો.
ગૂગલ ડૂડલમાં તૈયાર કરેલી ગેમ રમવા યુઝર્સે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે :-
ગૂગલ ડૂડલમાં તૈયાર કરેલી ગેમ રમવા માટે યુઝર્સે પોતાનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ તે સર્ચ બારની ઉપર દેખાશે. વીડિયો પર ક્લિક કરી દો. હવે બે હેમસ્ટર્સ એકસાથે જોવા મળશે અને ત્યાર બાદ તેઓ અલગ થઈ જશે.
ત્યાર પછી હેમસ્ટર્સ બે જુદી-જુદી દિશામાં બેઠેલા જોવા મળશે. તમારે તેમને એકસાથે લાવવાના રહેશે. એ માટે તમારે ત્રણ ટૂલ્સ મિક્સ કરવાના રહેશે. હવે બંને હેમસ્ટર્સ એક સ્થાન પર આવી જશે.
New Year’s Day: એક ક્લિકમાં મિત્રોને વિશ કરો ન્યૂ યર, ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ
- એ માટે તમને ત્રણ અલગ-અલગ ટૂલ્સ જોવા મળશે, જે ગૂગલના નામના ટૂલ્સ છે, જે નિયોન ગ્રીન્સ કલરમાં છે.
- તેમને નીચે આપેલા હેન્ડલ્સની મદદથી મળવાનું રહેશે.
- પ્રથમ ટૂલ્સ મેળવવા માટે પ્રથમ લિવરને ઉપરથી નીચે સુધી ખેંચવું પડશે અને આપેલા ટૂલ્સને અનુરૂપ રીતે ફેરવવાના રહેશે. જ્યારે ટૂલ્સ યોગ્ય સ્થાન પર લાગી જશે ત્યારે તેનો રંગ બદલાઈ જશે.
- અન્ય ટૂલ્સને જોડવા માટે ત્રીજા નંબરના લીવરને ફેરવવું પડશે અને પછી તે ફરી તેની જગ્યાએ લાગી જશે.
- ત્રીજા ટૂલ્સને જોડવા માટે ચોથા નંબરના લિવરને નીચે ઉતારવું પડશે. આ બધા લિવર નીચેની તરફ લગાવવામાં આવ્યાં છે.
પ્રાણની એક ખરાબ આદતે તેમને બનાવી દીધા ઈન્ડસ્ટ્રીના સૌથી શાનદાર વિલન!, જાણો રસપ્રદ કિસ્સો