વલસાડની કેરી લંડન, ગલ્ફ અને યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવાની કામગીરી શરૂ
- વલસાડની કેરી લંડન, ગલ્ફ અને યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવાની કામગીરી શરૂ.
- લન્ડન, ગલ્ફ અને યુરોપના દેશોમાં વલસાડની કેરીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે.
- વલસાડની કેસર તમામ ઋતુમાં એકઝેસ્ટ થઇ જતી હોવાથી અને ખાવામાં વધારે મીઠી હોવાથી તમામ કેરીઓની વિદેશમાં ભારે ડિમાન્ડ છે.
વલસાડની કેરી લંડન , ગલ્ફ અને યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવાની કામગીરી શરૂ. ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો હોવાથી ખેડૂતોને સારા ભાવ મળશે ફળોના રાજા તરીકે ઓળખાતી કેરીનું વલસાડના બજારમાં આવતાની સાથે તેમજ રમજાન માસ ચાલુ હોવાથી લંડન , ગલ્ફ અને યુરોપના દેશોમાં વલસાડની કેરીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદને લઈને કેરીના પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇને વલસાડી હાફૂસ તેમજ કેસર કેરીની વિદેશમાં ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.
વલસાડની કેસર તમામ ઋતુમાં એકઝેસ્ટ થઇ જતી હોવાથી અને ખાવામાં વધારે મીઠી હોવાથી તમામ કેરીઓની વિદેશમાં ભારે ડિમાન્ડ છે. હાલ હાફૂસ કેરી 1700 રૂપિયા અને કેસર 1400 રૂપિયા મણના ભાવે બજારમાં ચાલી રહ્યો છે. જેને લઇને ખેડૂતોને કેરીમાં સારું એવું વળતર મળી રહેશે તેમ હાલનું બજાર જોતાં લાગી રહ્યું છે.
તેમ કેરીના અગ્રણી વેપારી અરૂણભાઇ ત્રિપાઠીએ જણાવ્યું છે
હાલમાં એક્સપોર્ટ પરિસ્થિતી એવી છે કે, રમજાન માસ ચાલી રહ્યો છે અને દુબઈની અંદર ગલ્ફની અંદર અથવા તો યુકે, લંડન આ તમામ દેશની અંદર અત્યારે ડિમાન્ડ સારી છે અને કેરીની હાલની અંદર જે બજાર છે. તે બજાર મતલબ ડબલ બજાર છે. દર વર્ષે 800-900નો હફૂસનો બજાર રહેતો તો તેની જગ્યાએ 1700 રૂપિયાનો હફૂસ બજાર છે કેસર તમારી 700 રૂપિયાનો જે બજાર રહેતો તો તેની જગ્યાએ 1400 રૂપિયાનો બજાર છે રાજપુરી તમારી 400-450નો બજાર રહેતો તો તેની જગ્યાએ 850-900 રૂપિયાનો બજાર છે એટલે કે ખેડૂતોને ડબલ બજાર મળે છે. પ્લસ ખેડૂતોનો પાક પણ ઓછો છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી
આ વખતે ઓછા પાકની અંદર તેમને સારી રીતે એમને રકમ મળે રહે અને ખેડૂતોનો ખર્ચો થયો છે. એ પ્રમાણે એમને પાક છે. જેટલું બને એટલું એકસપોર્ટની અંદર ડિમાન્ડ છે. તે એકસપોર્ટની અંદર ટોટલી જાય એવી અમારી ગણતરી છે.
રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ