વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના કારણે ગગનમાં વિહરતા વિવિધ પક્ષીઓના મોત
- તાઉતે નામના વાવાઝોડાના કારણે ગગનમાં વિહરતા વિવિધ પક્ષીઓના મોત
- જીવદયા પ્રેમીઓમાં અને પક્ષી પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી
સુરેન્દ્રનગર જિલ્લામાં તાઉતે નામના વાવાઝોડાના કારણે ગગનમાં વિહરતા વિવિધ પક્ષીઓના મોતથી અરેરાટી વ્યાપી. સુરેન્દ્રનગર જિલ્લામાં તાઉતે નામના વાવાઝોડા સાથે વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો હતો.
ત્યારે ગગનમાં વિહરતા જુદા જુદા પક્ષીઓ જેવા કે કાબર, કબૂતર, ચકલી જેવા નાના પક્ષીઓ વાવાઝોડાની ઝડપે આવી જતા મોત નિપજયાનું જાણવા મળ્યું છે.
ત્યારે વૃક્ષ ધરાશય થતાં વૃક્ષ પર આશ્રય લઈ રહેલા પક્ષીઓ પણ આ વાવાઝોડામાં સપડાતા મોતને ભેટયાનું જાણવા મળ્યું છે આમ અચાનક પક્ષીઓ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓમાં અને પક્ષી પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની ખુબ સારી કામગીરી નજરે જોવા પડી