Site icon સોહમ 24 ન્યુઝ

ધ્રાંગધ્રામાં ચોરી કરેલા 1400 કિલો લોખંડના સળિયા ભરેલું વાહન ઝડપાયું, રૂ.3.91 લાખનો મુદ્દામાલ કબજે

The Stolen Rods Were Caught – ધ્રાંગધ્રામાં ચોરી કરેલા 1400 કિલો લોખંડના સળિયા ભરેલું વાહન ઝડપાયું, રૂ.3.91 લાખનો મુદ્દામાલ કબજે

ધ્રાંગધ્રામાં ચોરી કરેલા 1400 કિલો લોખંડના સળિયા ભરેલું વાહન ઝડપાયું, રૂ.3.91 લાખનો મુદ્દામાલ કબજે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધ્રાંગધ્રામાં ચોરીથી મેળવાયેલા 1400 કિલો લોખંડના સળિયા ભરેલું બોલેરો પીકપ વાન ઝબ્બે કરવામાં આવી હતી. જેમાં લોખંડના સળિયાની ભારીઓ નંગ-20, વજન આશરે 1400 કિલો, કી.રૂ.91,000/- તથા બોલેરો ગાડી કી.રૂ.3,00,000/- મળી કુલ રૂ.3,91,000/-નો મુદ્દામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હતી. તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે, કુવરાભાઈ ભરવાડ (રહે.ચુલી તા.ધ્રાંગધ્રાવાળા)ના પોતાના કબજા ભોગવટા વાળી રામદેવ હોટલના રાજસ્થાની મારવાડી ચલાવે છે.

જે હોટલના કમ્પાઉન્ડમાં સતીષભાઇ દેવાભાઇ ભરવાડ (રહે.ચુલી તા. ધ્રાંગધ્રા) વાળા પોતાના કબજા ભોગવટા વાળી સફેદ કલરની બોલેરો પીકપ ગાડી રજી.નં. GJ-05-PZ-1639 વાળીમાં ચોરી કે છળકપટથી મેળવેલા લોખંડના સળિયા પોતાના કબ્જામાં રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે.તેવી ચોક્કસ હકીકત મળતા સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમ દ્વારા પૂરતી તૈયારી સાથે બે પંચોના માણસોને સાથે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં આ જગ્યાએ બોલેરો પીકપ ગાડી રજી.નં.GJ-05-PZ-1639 વાળીમાં ચોરી કે છળકપટથી મેળવેલા અલગ-અલગ લોખંડના સળિયાની ભારીઓ નંગ-20, વજન આશરે 1400 કિલો, કી.રૂ.91,000/- તથા બોલેરો ગાડી કી.રૂ.3,00,000/- મળી કુલ રૂ.3,91,000/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ આ જગ્યાએ સતીષભાઇ દેવાભાઇ ભરવાડ (રહે.ચુલી તા. ધ્રાંગધ્રા) વાળા હાજર મળી આવેલા ન હોય સી.આર.પી.સી. કલમ 102 મુજબ મુદ્દામાલ કબ્જે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધ્રાંગધ્રા હાઇવે ચુલી ગામ પાસેથી લોખંડના સળિયાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version